મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનગણના ૨૦૨૭ અન્વયે આજથી શરૂ થયેલી સ્વ ગણતરી નો રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. તા.૩૧-૦૫-૨૦૨૬ સુધીના નિર્ધારિત ૧૫ દિૃવસમાં લોકો પોતાની જરૂરી વિગતો જાતે ઓનલાઇન ભરીને આ પ્રક્રિયામાં સહભાગી થઈ શકશે.
મુખ્યમંત્રીએે પોતાના પરિવારની વિગતો વસ્તી ગણતરી પ્લેટફોર્મ પર ઓનલાઈન ભરીને સ્વ-વસ્તી ગણતરીની ઔપચારિક શરૂઆત કરાવી હતી.
તેમણે રાજ્યના નાગરિકોને પણ આ રાષ્ટ્રીય સ્તરે મહત્વની કવાયતમાં સક્રિયપણે ભાગ લઈને સશક્ત, સમાવિષ્ટ અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદૃાન આપવા પણ અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ વખતે વસ્તી ગણતરી-૨૦૨૭ સંપૂર્ણપણે ડિજિટલ મોડથી પોર્ટલ અને મોબાઇલ આધારિત કરવામાં આવી રહી છે.
