દિલ્હી-NCR માં રહેતા વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ગેસ કંપનીઓ દ્વારા સીએનજી (ઝ્રદ્ગય્) ના ભાવમાં પ્રતિ કિલોએ વધુ રૂ.૧ નો વધારો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ અગાઉ કંપનીઓએ રૂ.૨ નો વધારો કર્યો હતો, જેનો અર્થ એ થાય કે છેલ્લા ત્રણ દિૃવસમાં જ સીએનજી રૂ.૩ જેટલો મોંઘો થઈ ચૂક્યો છે. આ નવા વધારા બાદૃ હવે દિૃલ્હીમાં એક કિલો સીએનજી ની િંકમત વધીને રૂ.૮૦.૦૯ થઈ ગઈ છે. નવા ભાવ વધારા બાદૃ નોઈડા, ગાઝિયાબાદૃ અને ગૌતમ બુદ્ધ નગરમાં સીએનજી નો નવો ભાવ પ્રતિ કિલો રૂ.૮૮.૭૦ થઈ ગયો છે. હરિયાણાના ગુરુગ્રામમાં આ દૃર રૂ.૮૫.૧૨ અને કરનાલમાં રૂ.૮૪.૪૩ થયો છે. જ્યારે દૃેશના અન્ય રાજ્યોની વાત કરીએ તો, ઉત્તર પ્રદૃેશના કાનપુર અને હમીરપુરમાં સીએનજી સૌથી મોંઘો એટલે કે રૂ.૯૧.૪૨ પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. રાજસ્થાનના અજમેર અને પાલીમાં નવો ભાવ રૂ.૮૯.૪૪ છે, જ્યારે દૃેશની આર્થિક રાજધાની મુંબઈમાં હાલ સીએનજી નો ભાવ રૂ.૮૪ પ્રતિ કિલોગ્રામ છે. ભારત પોતાની જરૂરિયાતના ૫૦ ટકા કરતા પણ વધુ કુદૃરતી ગેસ (નેચરલ ગેસ) આંતરરાષ્ટ્રીય બજારમાંથી આયાત કરે છે. હાલમાં ચાલી રહેલા ’હોર્મુઝ સંકટ’ ના કારણે ગેસના પુરવઠામાં મોટી અછત સર્જાઈ છે અને તેની સામે વૈશ્ર્વિક માંગ વધી છે. આ પરિસ્થિતિને કારણે ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (ૈંય્ન્) અને મહાનગર ગેસ લિમિટેડ (સ્ય્ન્) જેવી સપ્લાયર કંપનીઓ માટે આંતરરાષ્ટ્રીય સ્તરેથી ગેસ ખરીદૃવો ઘણો મોંઘો બન્યો છે. કંપનીઓનું કહેવું છે કે મોટું નુકસાન અટકાવવા માટે આ વધેલી િંકમતનો બોજ ગ્રાહકો પર નાખવો જ એકમાત્ર વિકલ્પ હતો.
રિલેટેડ ન્યૂઝ
-
ગુજરાતમાં બનશે સુપર ચિપ્સ:નેધરલેન્ડની સેમિ કન્ડકટર કંપની સાથે ઐતિહાસિક કરાર
એએસએમએસ કંપની ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના આગામી ૩૦૦ એમએસ સ્ોમિકન્ડકટર પ્રોડકશનમાં ટેકનીકલ મદૃદૃ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી... -
NID રચનાત્મક, ઇનોવેશન અને ઉદ્યોગ સાહસિકતાને એક તાંતણે બાંધતી દૃેશની અગ્રણી સંસ્થા:શાહ
વડાપ્રધાને ‘ડિઝાઇન ઇન ઇન્ડિયા, ડિઝાઇન ફોર ધ વર્લ્ડનો મંત્ર આપ્યો હતો ગાંધીનગર સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ... -
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી નકલ્પસર યોજનાસ્ત્રને સાકાર કરવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પકલ્પસર પ્રોજેક્ટથને નેધરલેન્ડ્સની ટેક્નોલોજીની નવી પાંખો મળી: સરદાર સરોવર ડેમ...
