તા.1 થી 30 જુન સુધી સ્ટાફ ઘરે ઘરે જઈ વસ્તી ગણતરી કરશે: વોર્ડવાઈઝ સ્ટાફની ફાળવણી
જામનગર શહેર વહીવટી તંત્ર જામનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં શહેરના તમામ નાગરિકોને જાણ કરવામાં આવે છે કે ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવતી રાષ્ટ્રીય જનગણના પ્રક્રિયા અંતર્ગત રાજ્યમાં જનગણના 2027 ની કામગીરી ટૂંક સમયમાં શરૂ થનાર છે. જનગણના એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્ય છે, જેના દ્વારા વસ્તી, સામાજિક, આર્થિક તથા આવાસ સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવે છે, જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ તથા વિકાસકાર્યોના આયોજન અને અમલીકરણ માટે ઉપયોગી બને છે. જનગણના કાર્યક્રમ અંતર્ગત સ્વ-ગણના ની સુવિધા 17 મે, 2026 થી 31 મે, 2026 સુધી ઉપલબ્ધ રહેશે, જેના દ્વારા નાગરિકો નિર્ધારિત સ્વગણના પોર્ટલ (તય.ભયક્ષતીત.લજ્ઞદ.શક્ષ) પર પોતાની માહિતી સ્વયં નોંધાવી શકશે. ત્યારબાદ હાઉસ લિસ્ટિંગ ઓપરેશન ની કામગીરી 1 જૂન, થી 30 જૂન, 2026 દરમિયાન હાથ ધરવામાં આવશે, જેમાં જનગણના કર્મચારીઓ ઘર-ઘર જઈ માહિતી એકત્રિત કરશે.
શહેરના તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યમાં સક્રિય સહભાગી બને અને સાચી તથા સંપૂર્ણ માહિતી આપે. જનગણના અંતર્ગત પ્રાપ્ત થતી તમામ માહિતી જનગણના અધિનિયમ મુજબ સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં આવે છે અને તેનો ઉપયોગ માત્ર આંકડાકીય તથા વિકાસલક્ષી હેતુઓ માટે જ કરવામાં આવે છે. જામનગર મહાનગરપાલિકાના મુખ્ય પ્રમુખ વસ્તી ગણતરી અધિકારી અને કમિશનર ડી.એન. મોદી અને તેના નિયંત્રણ હેઠળ સીટી સેન્સસ અધિકારી અને નાયબ કમિશનર ડી.એ. ઝાલા , આસિસ્ટન્ટ કમિશનર મુકેશભાઈ વરણવા અને વસ્તી ગણતરી શાખા કાર્યરત છે. જામનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં કુલ 8 ચાર્જ ઓફિસરોની નિમણુક કરવામાં આવેલ છે. તેમની નીચે ગણતરીદાર/સુપરવાઈઝરની નિમણુંક કરવામાં આવેલ હોય, દરેક પાસે સહીવાળા ઓળખ કાર્ડ આપવામાં આવેલ છે. જામનગર મહાનગરપાલિકાના વોર્ડ માટે નિમણુંક પામેલા ચાર્જ ઓફિસરોની વિગતમાં તુષારભાઈ મેહતા વોર્ડ નં 1 અને 2 , રાકેશભાઈ એમ માકડિયા વોર્ડ નંબર 3 અને 4,નવા નાગના, જુના નાગના, વિભાપર , કિશોરસિંહ જી. વાળા વોર્ડ નંબર 5 અને 6 અરવિંદભાઈ પટેલ વોર્ડ નંબર 7 અને 8 , પ્રતિકભાઈ જાવિયા વોર્ડ નંબર 9 અને 10 , ભાવેશભાઈ .જે .ટાંક વોર્ડ નંબર 11 અને 12, મોરકંડા , સમીરા જીવાણી વોર્ડ નંબર 13 અને 15 , તથા વિપુલભાઈ સંતોકી વોર્ડ નંબર 14 અને 16 ને જવાબદારી સોંપવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાના તમામ નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ જનગણના અધિકારીઓ અને કર્મચારીઓને સંપૂર્ણ સહકાર આપે અને જનગણના 2027 ને સફળ બનાવવ યોગદાન આપે .તેવી અપીલ સિટી સેન્સેસ અધિકારી એ કરી છે.
