ભાવનગરના વારસાનું નવસર્જન
ભાવનગર એટલે કલા, સંસ્કૃતિ અને પરંપરાના ત્રિવેણી સંગમ સમાન ભાવનગરની ધરતી પર જેમના નામનો પર્યાય ‘સર્જનાત્મકતા’ છે, તેવા બહુમુખી પ્રતિભા ધરાવતા કલાકાર અમૂલ ખોડીદાસભાઇ પરમાર આગામી તા. 16 અને 17 મે,શનિવાર અને રવિવાર,2026ના રોજ કલા જગતમાં એક નવો અધ્યાય આલેખવા જઈ રહ્યા છે. છેલ્લા ચાર દાયકાથી ભાવનગરને પોતાની તપોભૂમિ બનાવી, પ્રકાશના કિરણોને કેમેરામાં કેદ કરી તેને જીવંત કલાકૃતિમાં ફેરવવાની જે સિદ્ધિ તેમણે હાંસલ કરી છે, તેની ફળશ્રુતિ રૂપે રાજ્ય સરકારે તેમને ‘ગુજરાત ગૌરવ પુરસ્કાર’થી નવાજ્યા છે. અમૂલભાઈની કળા માટે એમ કહી શકાય કે, જ્યાં લેન્સની દ્રષ્ટિ સીમિત થાય છે, ત્યાંથી તેમની કલ્પનાશક્તિની પાંખો વિસ્તરે છે.
એરિયલ ફોટોગ્રાફીના ભીષ્મ પિતામહ ગણાતા અમૂલ પરમારે એરીયલ પેનોરમિક ફોટોગ્રાફી, ‘ફીચર ઓફ ધ સ્ટોન’ જેવી વિભાવનાઓ દ્વારા પથ્થરોમાં પણ પ્રાણ ફૂંક્યા છે. મોરેશિયસથી લઈ કેનેડા સુધીના વૈશ્વિક ફલક પર 12 વન-મેન શો અને 13 ગ્રુપ શો દ્વારા તેમણે ગરવી ગુજરાતની કલાને ગુંજતી કરી છે.ૠજ્ઞજ્ઞમ ળજ્ઞક્ષિશક્ષલ ઇવફદક્ષફલફિ થી ભાવનગર અને ભાવનગર બહાર વસતાં લોકોને ભાવનગર સાથે જોડી રાખ્યાં છે. માત્ર કલા જ નહીં, પણ રમતગમતના મેદાનમાં પણ તેમનું તેજ ઝળક્યું છે; 33 વર્ષ સુધી બાસ્કેટબોલના મેદાનમાં રહી,14 જેટલી નેશનલ રમેલા છે. તેમણે ખેલદિલીના આદર્શો પ્રસ્થાપિત કર્યા છે.લોકનૃત્યના ક્ષેત્રે ‘તાલ-ગુલાલ’ના માધ્યમથી નવી પેઢીને લય અને તાલના પાઠ ભણાવનાર અમૂલભાઈ છેલ્લા ત્રણ દાયકાથી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે નિર્ણાયક તરીકેની ગરિમાપૂર્ણ સેવા આપી રહ્યા છે.
ખોડીદાસભાઈ પરમારના કલા-વારસાને આગળ ધપાવતા અમૂલભાઈએ આ પ્રદર્શનમાં ભાવનગરના ઐતિહાસિક સ્થળોને ‘ડિજિટલ ક્રિએટિવ આર્ટ’ના માધ્યમથી એક નૂતન અને ભવ્ય સ્વરૂપ આપ્યું છે. આ માત્ર ચિત્રોનું પ્રદર્શન નથી, પણ ભાવનગરની અસ્મિતાને કેનવાસ પર કંડારવાનો એક વિશિષ્ટ પ્રયાસ છે. કલાના ચાહકો માટે આ પ્રદર્શન એક અલૌકિક અનુભૂતિ બની રહેશે. ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી ખાતે યોજાનાર આ કલા-મહોત્સવ તા-16 મે ના સવારે 9:30 કલાકે ઊદઘાટન સમારોહ રાખેલ જેમાં ભરતભાઇ પંડયા-ગુજરાત ગૌરવ પુરસ્કૃત, સિનીયર ચિત્રકાર,શ્રી મનિષભાઈ ઠાકર-ડી.વાય એસ પી.ભાવનગર. શ્રી હિમાચલભાઇ મહેતા-ખાદ્ય ખોરાક ઈન્ટરનેશનલ એકઝીબિશનનાં શ પ્રમોટર. ગૌરવભાઈ શેઠ-શેઠ બ્રધર્સ, ડો.ધનંજયભાઈ દવે-વેદ ઈંઈઞ હોસ્પિટલ,વનરાજસિંહ ચાવડા- ઙછઘ ઈજછ સુમિટોમો.ઈન્ડિયા કેમિકલ લિ. યોગેશભાઈ ભંભાણી-સુપ્રિમ ઇલેક્ટ્રોનિક્સ,સેમસંગ એકસપિરીયન્સ સ્ટોર.ડો.ગૌરવભાઈ ચાવડા- ઈંટઋ સ્પેશિયલ. ની હાજરીમાં થશે.
