ઉત્તરપ્રદેશમાં થયેલી તારાજીમાં 100 વ્યક્તિઓનાં મરણથી મોરારિબાપુ દ્વારા રૂપિયા 15 લાખ સહાય

પ્રયાગરાજ ક્ષેત્ર સાથે ઉત્તરપ્રદેશમાં થયેલી વરસાદી તારાજીમાં 100 વ્યક્તિઓનાં મરણથી શ્રી મોરારિબાપુ દ્વારા રૂપિયા 15 લાખ સહાય કરવામાં આવી છે. પ્રાકૃતિક આપદાનો ભોગ બનેલાઓને શ્રધ્ધાંજલિ સાથે શ્રી ચિત્રકુટ ધામ તલગાજરડા દ્વારા સહાય સંવેદના અર્પણ થઈ છે.
છેલ્લાં બે ત્રણ દિવસ દરમિયાન પ્રયાગરાજ ક્ષેત્ર સાથે ઉત્તરપ્રદેશમાં થયેલી વરસાદી તારાજીમાં ભારે તારાજી સર્જાઈ છે. પ્રયાગરાજ, ફતેપુર, ઉન્નાવ, બદાયું, બરેલી સહિત આ વિસ્તારમાં ભારે પ્રાકૃતિક આપદાથી મોટી સંખ્યામાં મરણ થયાં છે. આ દરમિયાન મળેલ વિગતો અનુસાર આ તારાજીમાં 100 વ્યક્તિઓનાં થયેલ મરણથી શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી છે અને ભોગ બનનારના વારસદાર પરિવારને રૂપિયા 15 હજાર લેખે રૂપિયા 15 લાખ સહાય કરવામાં આવી છે. પ્રાકૃતિક આપદાનો ભોગ બનેલાઓને આમ શ્રધ્ધાંજલિ સાથે શ્રી ચિત્રકુટ ધામ તલગાજરડા દ્વારા ઉત્તરપ્રદેશ મુખ્યમંત્રી રાહત ભંડોળમાં રૂપિયા 15 લાખ સહાય સંવેદના અર્પણ થઈ છે.

રિલેટેડ ન્યૂઝ