ઇ કોમર્સ કંપનીઓ દ્વારા ઓન દૃવાઓના વેચાણ વિરૂધ્ધ મેડિકલ સ્ટોર્સ દ્વારા બુધવારે આપ્ોલા દૃેશવ્યાપી હડતાળના એલાનન્ો સજ્જડ પ્રતિસાદૃ મળ્યો હતો હૈદૃરાબાદૃ જથ્થાબંધ દૃવાઓનું કોટી ફાર્માસ્યુટિકલ માર્કેટ પણ બંધ નજરે પડે છે.
ઓનલાઇન દવાના વેચાણ સહિતના મુદ્ાઓ સાથે દેશભરના કેમીસ્ટો મેદાને પડ્યા છે અને આજે દેશ વ્યાપી મેડીકલ સ્ટોર હડતાળના એલાન અંતર્ગત સમગ્ર ભારતમાં દવાઓનું વેચાણ ખોરવાઇ ગયું છે. ઓનલાઇન દવા વેચાણ અટકાવવાની માંગણી સાથે કેમીસ્ટ એસો. દ્વારા રાષ્ટ્રીય વ્યાપી હડતાળનું એલાન આપવામાં આવ્યું હતું. દેશના તમામ રાજ્યોમાં મેડીકલ સ્ટોર બંધ રહેતા આરોગ્ય ક્ષેત્રે ગંભીર અસર સર્જાઇ છે. ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં દવાઓનું વેચાણ અટકી પડવાના કારણોસર બીમાર દર્દીઓને દવા મેળવવા માટે હેરાનગતિમાં મુકાવાનો વખત આવ્યો હતો. કેમીસ્ટ એસો. દ્વારા ઇમરજન્સી જરુરીયાતને પહોંચી વળવા માટે દરેક શહેરોમાં કેટલાક મેડીકલ સ્ટોર ખુલ્લા રાખવામાં આવ્યા હોવા છતાં દવા મેળવવા માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.એસોસીએશન દ્વારા 24 કલાકનું હડતાળનું એલાન આપવામાં આવ્યું છે અને એક પણ મેડીકલ સ્ટોર દવાનું વેચાણ ન કરે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. દેશના વિવિધ શહેરોમાં મેડીકલ સ્ટોર સંચાલકો દ્વારા ધરણા-સુત્રોચ્ચાર સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
