પ્રમોશન એ કર્મચારીનો અધિકાર નથી: સુપ્રીમકોર્ટ

સુપ્રિમ કોર્ટે એક મહત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે કોઈપણ સરકારી કર્મચારીને પ્રમોશન એટલે કે બઢતી આપવી કે કેમ તે પુરેપુરો સરકારનો અધિકાર છે અને કર્મચારી પ્રમોશન માટે દબાણ કરી શકે નહી કે કાનુની રીતે તે માંગી શકે નહી. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ દીપાંકર દતાની ખંડપીઠ દ્વારા ઓડીસા સરકારની એક અપીલ સ્વીકારતા કહ્યું કે રાજય સરકારે અધિકારીને પ્રમોશન આપવાનો ઈન્કાર કર્યો તે તેના અધિકારની બાબત છે. સરકારી કર્મચારી પાસે જુના સર્વિસ રૂલ મુજબ પ્રમોશન મળતુ હોય તો પણ તે તેના માટે આપોઆપ હકકદાર બની જતા નથી. કર્મચારી ફકત પોતે પોતાની સીનીયોરિટી અને અન્ય લાયકાતોના આધારે પ્રમોશન માટે અરજદાર બની શકે છે.

રિલેટેડ ન્યૂઝ