૨૦ વર્ષ પછી જાપાને ભારતમાંથી કેરીની આયાત પર મૂક્યો પ્રતિબંધ

લગભગ ૨૦ વર્ષ પછી, જાપાને ભારતમાંથી કેરીની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. જાપાની અધિકારીઓને ભારતની જીવાત નિયંત્રણ પ્રક્રિયાઓમાં ખામીઓ જોવા મળી, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો. આ પગલાથી ઉનાળાની ઋતુ દૃરમિયાન કેરીના નિકાસ વ્યવસાયને મોટો ફટકો પડ્યો છે. આ પ્રતિબંધથી આલ્ફોન્સો, કેસર, લંગરા અને બંગનાપલ્લી જેવી પ્રીમિયમ ભારતીય જાતોને અસર થઈ છે. જાપાને અગાઉ ફળમાખીઓના ભયને કારણે ભારતીય કેરી પર પ્રતિબંધ લાદ્યો હતો, જે ૨૦૦૬ માં ઉઠાવી લેવામાં આવ્યો હતો.
જાપાન કડક કૃષિ સલામતી જાળવી રાખે છે અને ફળમાખી જેવા જીવાત સામે “શૂન્ય સહિષ્ણુતા” નીતિ ધરાવે છે. તેથી, આયાતી ફળો પર ખૂબ જ કડક નિરીક્ષણ પ્રક્રિયા કરવામાં આવે છે.
દૃર વર્ષે, કેરી નિકાસ સીઝન પહેલા, જાપાની ક્વોરેન્ટાઇન અધિકારીઓ ભારતની વેપર હીટ ટ્રીટમેન્ટ સુવિધાઓનું નિરીક્ષણ કરે છે. આ સુવિધાઓ પર, કેરીઓને કીટક અને તેમના લાર્વાને મારવા માટે ગરમ અને ભેજવાળી હવાની નિયંત્રિત પ્રક્રિયા કરવામાં આવે છે.
ઉત્તર પ્રદૃેશના રહેમાનપુરમાં વેપર હીટ ટ્રીટમેન્ટ સુવિધાનું આ વર્ષે માર્ચમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અહેવાલ મુજબ, જાપાની અધિકારીઓને ધૂમ્રીકરણ અને જીવાણુ નાશકક્રિયા પ્રક્રિયામાં કેટલીક ખામીઓ જોવા મળી. જોકે, બંને દૃેશોની સરકારોએ ટેકનિકલ ખામીઓની સંપૂર્ણ વિગતો જાહેર કરી નથી.
નિરીક્ષણ બાદૃ, જાપાનના યોકોહામા પ્લાન્ટ પ્રોટેક્શન એસોસિએશને જાહેરાત કરી હતી કે ૨૫ માર્ચ, ૨૦૨૬ પછી જારી કરાયેલા નિરીક્ષણ પ્રમાણપત્રો ધરાવતી ભારતીય કેરીઓ સ્વીકારવામાં આવશે નહીં.
જાપાન ભારતના સૌથી મોટા કેરી બજારોમાંનો એક નથી, પરંતુ ભારતીય કેરીના ત્યાં ઊંચા ભાવ મળે છે.

રિલેટેડ ન્યૂઝ