વડોદૃરા સ્થિત ટાટા-એરબસના પ્લાન્ટમાં ત્ૌયાર થયેલા
૯.૫ ટનની પરિવહન ક્ષમતા ધરાવતુ વિમાન સતત ૧૧ કલાક ઉડાન ભરી શકે છે
ભારત માટે મિલિટરી ટ્રાન્સપોર્ટ વિમાન બનાવવા માટે સ્પેન સાથે કરાર કરાયા બાદૃ વડોદૃરાના ટાટા-એરબસના પ્લાન્ટમાં પ્રથમ મેડ ઈન ઈન્ડિયા મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાટ (ઝ્ર૨૯૫) બનીને તૈયાર થઈ જતા ટેસ્ટ લાઈટ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, સ્પેન સાથે ભારતના ૫૬ વિમાન માટે કરાર થયેલા છે. જેમાં ૧૬ એરક્રાટ સીધા સ્પેનની એરબસથી ભારત આવશે. જ્યારે બાકીના ૪૦ ભારતમાં જ બનાવવાના છે.
વડોદૃરામાં ટાટા-એરબસના પ્લાન્ટમાં તૈયાર થયેલા મેડ ઈન ઈન્ડિયા ઝ્ર-૨૯૫ એરક્રાટ તૈયાર થતા વડોદૃરા એસેમ્બલી લાઈનથી ટેસ્ટ લાઈટ કરવામાં આવી હતી. આ પ્રથમ ટેસ્ટ લાઈટને વિમાનના ઉત્પાદૃન પછીના તબક્કામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહૃાું છે. વડોદૃરામાં થયેલી ટેસ્ટ લાઈટનો વીડિયો એરબસ, ઈન્ડિયન એરપોર્સ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.
ભારતમાં બન્ોલા પ્રથમ સ્વદૃેશી સી-૨૯૫ મિલિટ્રી કાર્ગો એરક્રાંફટે પ્રથમ સફળ ઉડાન ભરી હતી. ૯.૫ ટનની પરિવહન ક્ષમતા ધરાવતું આ એરક્રાફટ સતત ૧૧ કલાક સુધીની ઉડ્ડયન ક્ષમતા ધરાવે છે અન્ો સતત ૫૦૦૦ કિ.મી. સુધી અન્ો ૩૦,૦૦૦ ફુટ ઉંચાઇ સુધી ઉડી શકે છે, ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ અને યુરોપીયન એરોસ્પ્ોસ કંપની એરસીસ સાથે મળીન્ો વડોદૃરામાં બનાવી રહૃાા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી ૨૮ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ સાથે ભવ્ય રોડ શો અને ત્યારબાદૃ ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ કેમ્પસ ખાતે સી-૨૯૫ એરક્રાટના ઉત્પાદૃન માટે ટાટા એરક્રાટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદ્ઘાટન કર્યું હતું.
સ્પેન અને ભારત વચ્ચે ૫૬ એરક્રાટ બનાવવા માટે કરાર કરવામાં આવ્યો છે. પ્રથમ ૧૬ એરક્રાટ સ્પેનમાં બનાવવામાં આવશે, બાકીના ૪૦ ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવશે. દૃેશમાં પ્રથમ વખત પ્રાઈવેટ કંપની સેના માટે વિમાન બનાવશે.
આ કોમ્પ્લેક્સ દૃેશની પ્રથમ ખાનગી ફાઇનલ એસેમ્બ્લી લાઇન છે, જે મિલિટરી એરક્રાટ બનાવશે. ભારતીય વાયુસેના માટે ટ્રાન્સપોર્ટ એરક્રાટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, જેથી સૈનિકો, હથિયારો, ઈંધણ અને હાર્ડવેરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય. આમાં ઝ્ર૨૯૫ ઓછા વજનના પરિવહનમાં મદૃદૃ કરશે.
ભારતીય વાયુસ્ોના માટે ટ્રાન્સપોર્ટ એરક્રાટ ખૂબ જ મહત્ત્વપ્ાૂર્ણ છે. જેથી સ્ૌનિકો, હથિયારો, ઇંધણ અન્ો હાર્ડવેરન્ો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય. આમ સી-૨૯૫ ઓછા વજનના પરિવહનમાં મદૃદૃ કરશે. સી૨૯૫ એરક્રાટ ભારતીય વાયુસ્ોનાના જૂના એચએસ૭૪૮ એવરોસ એરક્રાટનું સ્થાન લેશે. આ સિવાય યુક્રેનથી આવેલા એન્ટોનોવ એએન-૩૨ન્ો બદૃલવામાં આવશે.
