G-7 સમિટમાં લેશે ભાગ ! ૧૩થી ૧૮ જૂન સુધી ફ્રાન્સના પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ઇન્ડિયા ઇનોવેટ્સ ઇવેન્ટનું પણ મોદૃી કરશે ઉદ્ઘાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃી ૧૩થી ૧૮ જૂન દૃરમિયાન ફ્રાન્સની મુલાકાતે છે. તેઓ ૧૩-૧૪ જૂન ૨૦૨૬ ના રોજ નાઈસ, ત્યારબાદૃ ૧૬-૧૭ જૂને એવિયન અને ૧૭-૧૮ જૂન ૨૦૨૬ના રોજ પેરિસની મુલાકાત લેશે. ૨૦૧૪ પછી આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃીની ફ્રાન્સની સાતમી સત્તાવાર મુલાકાત હશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ૧૭થી ૧૯ ફેબ્રુઆરી દૃરમિયાન ભારતની મુલાકાત લીધી હતી. જે દૃરમિયાન બંને દૃેશો વચ્ચેના સંબંધોને ખાસ વૈશ્ર્વિક વ્યૂહાત્મક ભાગીદૃારી સુધી પહોંચાડવામાં આવ્યા હતા. હવે પીએમ મોદૃી ફ્રાન્સની મુલાકાત લઈ રહૃાા છે.
આ મુલાકાત ભારત અને ફ્રાન્સ વચ્ચે ઉચ્ચ-સ્તરીય સંવાદૃની ગતિને પ્રતિિંબબિત કરે છે. તેનો મુખ્ય હેતુ ઇનોવેશન, વિજ્ઞાન અને ટેક્નોલોજી, અર્થતંત્ર, સાંસ્કૃતિક સંબંધો અને લોકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે.
પીએમ મોદૃી, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે નાઈસમાં ઇન્ડિયા ઇનોવેટ્સ ઇવેન્ટનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ ભારત, ફ્રાન્સ અને વિશ્ર્વના ટોચના ઇનોવેશન સ્ટાર્ટઅપ્સને એકસાથે લાવે છે. ભારત-ફ્રાન્સ ઇનોવેશન વર્ષ દૃરમિયાન યોજાનારી આ ઇવેન્ટ બંને દૃેશો વચ્ચે નવીનતા ભાગીદૃારીને પ્રોત્સાહન આપશે. ફ્રાન્સ અને અન્ય દૃેશોના ૧૨૦થી વધુ ભારતીય કંપનીઓ/સ્ટાર્ટઅપ્સ અને અગ્રણી બિઝનેસ લીડર્સ, રોકાણકારો અને સીઈઓ ઇન્ડિયા ઇનોવેટ્સમાં ભાગ લે તેવી અપેક્ષા છે.
પીએમ મોદૃી નાઈસમાં ફ્રેન્ચ રાષ્ટ્રપતિ મેક્રોન સાથે તેમની પ્રથમ દ્વિપક્ષીય સમિટ યોજશે. પીએમ મોદૃી ૧૬ અને ૧૭ જૂને ફ્રાન્સના એવિયનમાં ય્-૭ સમિટમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિ મેક્રોને તેમને સમિટમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું છે.

રિલેટેડ ન્યૂઝ