જાફરાબાદ તાલુકાના દુધાળા ગામના… યુવકના બેંકખાતામાંથી કેવાયસી અપડેટના નામે રૂ. 4.79 લાખની ઉઠાંતરી


સાવરકુંડલાના આંબરડી ગામે ઘરમાંથી તસ્કરી

જાફરાબાદ તાલુકાના દુધાળા ગામે રહેતા પરેશગીરી ભુપતગીરી ગૌસ્વામી નામના 34 વર્ષીય યુવક સાથે ગત તા.21/5 ના રોજ બપોરના આશરે પોણા બારેક વાગ્યા દરમ્યાન આરોપી BOI Aadhar Card Update.apk નામની એપલીકેશન બનાવનાર કોઇ અજાણ્યા ઇસમે છેતરપીંડી કરવાના ઇરાદે સંજયભાઇ ખાંટ (રહે.મોડાસા) વાળાનુ વોટસએપ હેક કરી તેમાંથી આ યુવકના વોટસઅપ નં. માંBOI Aadhar Card Update.apk નામની ફાઇલ મોકલી બેન્ક ઓફ ઇન્ડીયાનુ ઊંઢઈ અપડેટનુ ફાઇલ હોવાનુ બતાવી આ યુવક પાસે એપલીકેશન ઓપન કરાવી અને યુવકના મોબાઇલનું એક્સેસ કપટ પુર્વક મેળવી લઇ યુવકની જાણ બહાર તેમનો મોબાઇલમાંની ઇઘઈંની બેંક એપ્લીકેશનમાં બેંકીંગની વિગતો એનકેન પ્રકારે ઇન્ટરનેટના માધ્યમથી મેળવી લઇ યુવકના ઇઘઈં બેંક ખાતા નંબરમાંથી આ અજાણ્યા ઇસમે પોતાના બેન્ક ઓફ ઇન્ડીયાના બેંક ખાતામાં રૂપિયા 4,79,996 ટ્રાન્સફર કરી ઈજઈઊૠઘટઊછ ગઅગઈઊજઊછટઈંઈઊજમા કોઇ ખર્ચ કરી અને ચુકવી ઓનલાઇન છેતરપીંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
આંબરડીમાં તસ્કરી
સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે રહેતા મનસુખભાઇ નાનજીભાઇ દવેરા નામના 62 વર્ષીય વેપારીના રહેણાંક મકાને ગત તા.13/5 ના સાંજના 5 વાગ્યા થી તા.10/06/26 ના સવારે 5 વાગ્યાના અરસામાં આંબરડી ગામે વેપારીના ઘરમાં પ્રવેશ કરી ઘરની ઓસરીની લોખંડની ગ્રીલના નકુચા તોડી મકાનમાંથી પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના આશરે કીમત રૂપિયા 80,000 તથા રોકડ રકમ આશરે રૂપિયા 90,000 મળી કુલ રૂપિયા 1,70,000 ની મતાની ચોરી કરી લઇ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

રિલેટેડ ન્યૂઝ