૯ જુલાઈના રોજ ખામેનેઈને તેમના વતન મશહદૃમાં દૃફનાવાશે
ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ મસૂદૃ પેઝેશ્કિયને વડા પ્રધાન નરેન્દ્ર મોદૃીને ઈરાન આવવાનું આમંત્રણ આપ્યું છે. આ આમંત્રણ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે છે. ૨૮ ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયલના હુમલામાં ખામેનેઈનું મોત થયું હતું. જેની સત્તાવાર પુષ્ટિ ઈરાન દ્વારા ૧ માર્ચ ૨૦૨૬ના રોજ કરવામાં આવી હતી.
ઈરાનના દિૃવંગત સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર ૪ જુલાઈ ૨૦૨૬થી શરૂ થઈ રહૃાા છે. ઈરાન અમેરિકા સાથે ડીલ પર કરાર કર્યા પછી આ કાર્યક્રમને પોતાની શક્તિ અને ઈરાની સાર્વભૌમત્વના પ્રદૃર્શન તરીકે રજૂ કરી રહૃાું છે. ૫ દિૃવસ પછી ૯ જુલાઈ ૨૦૨૬ના રોજ ખામેનેઈને તેમના વતન મશહદૃમાં દૃફનાવવાની સાથે સમાપ્ત થશે. હવે યુદ્ધ સમાપ્ત થયા પછી આ તારીખ નક્કી થઈ છે. ઈરાન આ આયોજનને ભવ્ય બનાવવા માટે પૂરી તૈયારી કરી રહૃાું છે. તેહરાનમાં ૪ અને ૫ જુલાઈએ ખામેનેઈના દૃેહને જનતાના દૃર્શન માટે રાખવામાં આવશે.
