ભૂસ્ખલનની ઘટનાઓમાં ૪ લોકો હજુ લાપતા છે, જ્યારે ૧૭ ઘાયલ થયા છે, જેમાંથી ૩ની હાલત ગંભીર છે
સવારે આવેલ પૂર અને ભૂસ્ખલનમાં ૧ મહિલાનું મોત
અરુણાચલ પ્રદૃેશમાં સતત થઈ રહેલી મૂસળધાર વરસાદૃે વ્યાપક તબાહી મચાવી દૃીધી છે. રાજ્યના કેયી પાન્યોર જિલ્લામાં સવારે અચાનક આવેલી લેશ લડ (પૂર) અને ભૂસ્ખલનની ઘટનાઓમાં ૧ મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે ૪ અન્ય લોકો હજુ પણ લાપતા છે. આ કુદૃરતી આપત્તિમાં ૧૭ લોકો ઘાયલ થયા છે, જેમાંથી ૩ ની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. ભારે વરસાદૃના કારણે જિલ્લાના અનેક ભાગોમાં માર્ગ સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે અને સેંકડો મુસાફરો રસ્તામાં ફસાયા છે. લાપતા લોકોની શોધખોળ માટે વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહૃાું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કેયી પાન્યોર જિલ્લાના યાજાલી સર્કલ હેઠળ પુસા નજીક આવેલી દ્ગઈઈઁર્ઝ્રં પ્રોજેક્ટ કોલોનીમાં વહેલી સવારે અચાનક આવેલા પૂરે સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. આપત્તિ બાદૃ ચલાવવામાં આવેલા સર્ચ ઓપરેશન દૃરમિયાન વિવેકાનંદૃ કેન્દ્ર વિદ્યાલય (ફફ), NEEPCO કેમ્પસના શિક્ષિકા ૩૫ વર્ષીય નિર્મલા ગુપ્તાનો શવ મળી આવ્યો છે. તે પૂર બાદૃ લાપતા થયેલા ૫ લોકોમાં સામેલ હતા. બાકીના ૪ લાપતા લોકોની ઓળખ એલેશ મારક (૧૩), બલારી મારક (૩૦), તાઓ અંજીના (૪૬) અને સૌરભ કુમાર તરીકે થઈ છે. ખરાબ હવામાનને કારણે બુધવારે સાંજે સર્ચ ઓપરેશન રોકી દૃેવાયું હતું, જે ગુરુવારે સવારે ફરી શરૂ કરાશે.
સાવચેતીના પગરૂપે NEEPCO એ પાન્યોર લોઅર હાઇડ્રોપાવર પ્રોજેક્ટના ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કર્યું છે અને પાવર પ્રોજેક્ટમાં વીજ ઉત્પાદૃન અસ્થાયી ધોરણે રોકી દૃીધું છે. ભારે વરસાદૃ અને ભૂસ્ખલનને કારણે નેશનલ હાઈવે-૧૩ (દ્ગૐ-૧૩) પર પોટિન અને હોજ પાસે રસ્તાઓ બંધ થઈ ગયા છે. આનાથી કેયી પાન્યોર, ક્રા દૃાદૃી, કુરુંગ કુમે, લોઅર સુબનસિરી, કામલે અને અપર સુબનસિરી સહિત ૬ જિલ્લાઓનો સંપર્ક પ્રભાવિત થયો છે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (ર્મ્ઇં) દ્વારા રસ્તાઓ સાફ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને પ્રવાસીઓને નદૃી કિનારાના વિસ્તારોમાં જવાનું ટાળવા સખત સૂચના આપવામાં આવી છે.
રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સચિવ દૃાની સુલુએ જણાવ્યું કે, સતત વરસાદૃને કારણે એક નિર્માણાધીન રિટેિંનગ વોલ તૂટી પડી હતી, જેના લીધે નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં અચાનક પાણી ભરાઈ ગયું હતું. સ્થાનિક અહેવાલો અનુસાર ૫૦ થી વધુ ઘરો આ પૂરમાં વહી ગયા છે અથવા પ્રભાવિત થયા છે. ગંભીર રીતે ઘાયલ ૩ લોકોને સારવાર માટે લોઅર સુબનસિરી જિલ્લાના ઝીરો ખાતે મોકલાયા છે. બચાવ કામગીરીમાં ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરની મદૃદૃ લેવામાં આવી છે, જેણે ઇટાનગરથી પિટાપૂલ સુધી જીડ્ઢઇહ્લ ના જવાનો, રબર બોટ અને રાહત સામગ્રી પહોંચાડી છે.
