યુકેમાં રેડ હીટ એલર્ટ, શાળાઓ બંધ, ટ્રેન સેવાઓ પ્રભાવિત યુરોપમાં ભીષણ ગરમી, લંડનથી મિલાન સુધીનાં શહેરોમાં હેલ્થ વોર્નિંગ

ફ્રાન્સ, ઇટાલી અને સ્પેનમાં પણ કરોડો લોકો માટે અતિશય ગરમીના જોખમ અંગે વોર્નિંગ જારી કરાઈ હતી

યુરોપ ગરમીમાં શેકાઇ રહૃાું છે.. રોમમાં આવેલા વેટિકન શહેરમાં એક મ્યુઝિયમની બહાર પ્રવેશ માટે ઉભેલા મુલાકાતીઓમાં એક મહિલાગરમીથી બચવા છત્રી લઇને ઉભેલી જણાય છે.

પશ્ર્ચિમ યુરોપમાં સર્જાયેલા ‘હીટ ડોમને પગલે બ્રિટન, ફ્રાન્સ, ઇટલી અને સ્પેન સહિત સમગ્ર યુરોપ ખંડમાં પડી રહેલી ભીષણ ગરમી પગલે હેલ્થ વોર્નિંગ જારી કરવામાં આવી હતી. બ્રિટનના સત્તાવાળાઓએ મધ્ય અને દૃક્ષિણ ઇંગ્લેન્ડ તથા વેલ્સ માટે ‘રેડ હીટ હેલ્થ એલર્ટ જારી કર્યો હતો. દૃેશમાં અત્યાર સુધી આપવામાં આવેલી આવી બીજી વોર્નિંગ છે.
અગાઉ તાપમાન ૪૦ ડિગ્રીને વટાવી ગયું ત્યારે જુલાઈ ૨૦૨૨માં આવી વોર્નિંગ જારી કરાઈ હતી. ફ્રાન્સ, ઇટાલી અને સ્પેનમાં પણ કરોડો લોકો માટે અતિશય ગરમીના જોખમ અંગે વોર્નિંગ જારી કરાઈ હતી. યુકે જૂનમાં અત્યાર સુધીના સૌથી વધુ તાપમાનનો સામનો કરી રહૃાું છે. મેટ ઓફિસે દૃક્ષિણ ઇંગ્લેન્ડમાં ૩૮ ડિગ્રી જેટલા ઊંચા તાપમાનની આગાહી કરી હતી. મંગળવારે લંડનના વાઇસલીમાં તાપમાન ૩૪.૬ ડિગ્રી પહોંચ્યું હતું. યુકે મેટ ઓફિસના ડેપ્યુટી ચીફ હવામાન નિષ્ણાત માર્ક સિડવેએ જણાવ્યું હતું કે રેડ વોર્નિંગ માત્ર અત્યંત ગંભીર પરિસ્થિતિઓમાં જ જાહેર કરવામાં આવે છે. આ હીટવેવથી ગંભીર અને વ્યાપક અસર થવાની આશંકા છે અને ગરમીથી વધુ અસરગ્રસ્ત ગણાતા લોકો સિવાય અન્ય લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર પડી શકે છે. ઇંગ્લેન્ડમાં કેટલીક સ્કૂલો બંધ રખાઈ હતી અને ઘણી ટ્રેન સેવા રદૃ કરાઈ હતી. મુસાફરોને બિનજરૂરી પ્રવાસ ન કરવાની અપીલ કરાઈ હતી. બ્રિટનની રેલવે નેટવર્ક સંચાલિત કરતી નેટવર્ક રેલે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં મોટા અવરોધની ચેતવણી આપી હતી. ગરમીને કારણે પાટા વાંકાચૂકા થવા અથવા વીજ તાર ઢીલા પડવાની શક્યતા ઘટાડવા માટે ટ્રેનોની ગતિ મર્યાદિૃત કરવામાં આવી છે. યુરોપિયન ઇન્ટરનેશનલ હાઇસ્પીડ યુરોપિયન સર્વિસ યુરોસ્ટારે બુધવારે અને ગુરુવારે લંડન-પેરિસ વચ્ચેની ચાર ટ્રેન રદૃ કરવાની જાહેરાત કરી હતી. ફ્રાન્સમાં મંગળવારે અત્યાર સુધીનો સૌથી ગરમ દિૃવસ નોંધાયો હતો. એફિલ ટાવર અને લુવ્ર મ્યુઝિયમમાં મુલાકાતના સમય પર નિયંત્રણો મૂકાયા હતા. શાળાઓ અને પરિવહન સેવાઓના સમયપત્રકમાં પણ ફેરફાર કરાયાં હતાં. ળાન્સના રાષ્ટ્રીય થર્મલ ઇન્ડિકેટર મુજબ સરેરાશ તાપમાન ૨૯.૮ ડિગ્રી નોંધાયું હતું, જે દૃેશના ઇતિહાસમાં સૌથી ઊંચો આંકડો છે. ઇટાલીના આરોગ્ય મંત્રાલયે બુધવારે મિલાન, લોરેન્સ અને ટુરિન જેવા મોટા શહેરો સહિત ૧૬ શહેરો માટે રેડ એલર્ટ જારી કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ