ગૌચર વિના પશુપાલન અશકય, ચરિયાણના અભાવે માલધારીઓની આર્થિક કમર તુટી ગઇ: માપણી ફીના નામે નવો ખેલ શરૂ થયો: 15 દિમાં માપણી નહીં થાય તો હાઇકોર્ટમાં જવાની માલધારીઓની તૈયારી
“ગૌચર દબાણ હટાવવા ખાસ કાયદો બનાવ્યો” એવા સરકારના દાવા પોકળ સાબિત થયા છે. જાફરાબાદના ટીંબી અને રાજુલાના કુંડલીયાળા ગામમાં 25થી વધુ અરજીઓ, સ્વાગતમાં રજૂઆત, ઙખઘ-ઈખઘ સુધી ફરિયાદ છતાં બે વર્ષથી એક પણ ગુંઠો ગૌચર ખુલ્લું થયું નથી. હવે તંત્ર “માપણી ફી” ના નામે નવો ખેલ શરૂ કર્યો છે.
ગૌચર એટલે રાજાશાહી વખતથી “6 નંબર” માં નોંધાયેલી સામુદાયિક મિલકત. પશુધનના ચારા-પાણી, ગ્રામ્ય જીવન અને પર્યાવરણની સમતુલા માટે ગૌચર અનિવાર્ય છે. ગીરના સિંહોનો કુદરતી કોરિડોર પણ ગૌચર જ છે. ટીંબી-કુંડલીયાળામાં દબાણને કારણે આજે સિંહના આંટાફેરા પણ બંધ થઈ ગયા છે.
ગૌચર વિના પશુપાલન અશક્ય છે. ચરિયાણ ન મળવાથી માલધારીઓની આર્થિક કમર તૂટી ગઈ છે. “ગૌ સેવા” ની વાતો કરનારી સરકારના રાજમાં જ ગૌમાતાને ઉભા રહેવાની જગ્યા ન બચે તે સૌથી મોટી વિડંબના છે.
ટીંબીના ખેડૂત ઘનશ્યામભાઈ પટેલની 25+ અરજી છતાં મામલતદાર કચેરીનો જવાબ: “ટીંબીનું ખોલીએ તો ગામોગામ ખોલવું પડે.”
કુંડલીયાળાના અગ્રણી જોરુભાઈ કોટીલાને 2 વર્ષથી “થોડા દિવસમાં કાર્યવાહી થશે” એવો જ ઘસાયેલો જવાબ.
તાલુકા પંચાયત કચેરીએથી કુંડલીયાળા ગ્રામ પંચાયતને અવારનવાર નોટિસ અપાઈ કે “જમીન માપણી કરાવો”. પણ હકીકત એ છે કે છ મહિનાથી માપણીની ફી જ ભરવામાં આવતી નથી.
સરપંચ તાલુકા કચેરીએ જઈને “બેલેન્સ નથી, પૈસા નથી” તેવું નાટક કરીને ચાલ્યા જાય છે. ફી ન ભરાય તો ઉઈંકછ કચેરી માપણી કરવા આવે જ કેમ? આખી પ્રક્રિયા જાણી જોઈને અટકાવી દેવામાં આવી છે.
ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ ગૌચરની જાળવણીની પ્રાથમિક જવાબદારી સરપંચ અને ગ્રામ પંચાયતની છે. જ્યારે સરપંચ જ “બેલેન્સ નથી” નું બહાનું કાઢી ફી ન ભરે, ત્યારે તાલુકા વિકાસ અધિકારી ઝઉઘ અને તાલુકા પંચાયત ઝઙઘ શું કરે છે? દેખરેખ રાખવાની જવાબદારી ઝઉઘની છે. માપણી ન થવા દઈને દબાણ ટકાવી રાખવાનું આ સત્તાવાર કાવતરું નથી તો શું છે?
મહેસુલ મંત્રી કહે છે કે “લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 હેઠળ ગૌચર દબાણ ફોજદારી ગુનો છે”. તો ટીંબી-કુંડલીયાળામાં એક પણ ઋઈંછ કેમ નહીં? શું કાયદો માત્ર ગરીબોના ઝૂંપડા તોડવા પૂરતો છે? સરપંચ ફી ન ભરે અને ઝઉઘ મૂકપ્રેક્ષક બની રહે તેને “વહીવટ” કહેવાય કે “મિલીભગત”?
“શહેરમાં ગરીબના મકાન મિનિટોમાં તૂટી જાય, પણ ગામડામાં વગદારો માટે સરપંચ ’બેલેન્સ નથી’ નું નાટક કરે તે કેવો ન્યાય?” એવો સવાલ ઉઠાવી માલધારી સમાજે ચીમકી આપી છે કે 15 દિવસમાં માપણી કરી દબાણ ખુલ્લું નહીં થાય તો હાઈકોર્ટમાં ઙઈંક કરાશે. અને ના સૂટકે આંદોલનની અમારે ફરજ પડશે તેમ માલધારીઓનું કહેવું છે
