ખાંભાના લાસા ગામે બે ભાઈઓ વચ્ચે પ0 વર્ષ જૂનો જમીનનો વિવાદ પૂર્ણ

સ્થાનિક પોલીસે મઘ્યસ્થી કરી સમાધાન કરાવ્યુ
બંને ભાઈઓએ પોલીસની કામગીરીથી ખુશી વ્યકત કરી

ખાંભા તાલુકાના લાસા ગામે બે ભાઈઓ વચ્ચે છેલ્લા 50 થી 60 વર્ષથી ચાલી રહેલા જમીન બાબતના વિવાદ ચાલ હતો ત્યારે બંને ભાઈ ખાંભા પોલીસે સ્ટેશન ખાતે જેરામભાઈ પરસોત્તમભાઈ કોટડીયા અને છગનભાઈ ખાંભા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. આ મામલે ખાંભા પોલીસ દ્વારા મઘ્યસ્થીની ભૂમિકા ભજવી બંને પક્ષોને સમજાવવાનોપ્રયાસ કરવામાં આવ્યો હતો.
ખાંભા પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.વી. ચુડાસમા તેમજ પી.એસ.આઇ જી એમ જાડેજા હેડ કોસ્ટેબલ નાગજીભાઈ સોલંકી તેમજ પ્રદીપભાઈ વાળા તથા પોલીસ સ્ટાફ દ્વારા બંને ભાઈઓને સમજાવીને સમાધાન કરાવવામાં આવ્યું હતું.
લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો અંત આવતા બંને ભાઈઓએ એકબીજાને મોં મીઠું કરાવ્યું હતું અને ભાવુક બની ગળે મળ્યા હતા.બંને ભાઈઓએ ખાંભા પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.વી. ચુડાસમા તેમજ સમગ્ર પોલીસ સ્ટાફનો આભાર વ્યકત કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ