મૃતક યુવાનના પરિવાર દ્વારા હત્યારાઓને કડક સજા આપવા આવેદન આપી કરી માંગ
ગીર ગઢડા તાલુકા ના જામવાળા ગામ ના સામા કાંઠા વિસ્તાર માં મયુર વળવાતર નામ ના 35 વર્ષીય યુવાન ની તેમના 5 મિત્રો એ જમવાની પાર્ટી ગોઠવી હતી અને પાર્ટી માં બોલાચાલી થતા આરોપી ઓએ મયુરનીહત્યા નિપજાવી હતી અને ગણતરી ની કલાકો માં આરોપી ઝડપાઈ ગયા બાદ તમામ આરોપી ઓ આરોપીઓ કરણ શંભુ ડગિયા,પિયુષ શંભુ ડગિયા,મહેશ ઊર્ફે દીકુ શંકરભાઈમકવાણા,અજયવનાભાઈગુજરિયા,દેવા ભાઇ ભરતભાઈ રાઠોડ ને ગીર ગઢડા પોલીસે 7 દિવસ ના રિમાન્ડ ની માંગણી સાથે નામદાર કોર્ટ માં રજૂ કરતા નામદાર કોર્ટે 4 દિવસ ના રિમાન્ડ મંજૂર કરેલ પોલીસ હત્યા નું કારણ જાણવા વિવિધ દિશા માં તપાસ હાથ ધરી છે બીજી તરફ આજે ગીર ગઢડા મામલતદાર ને મૃતક ના પરિવારજનો એ આવેદનપત્ર પાઠવી આરોપી ને કડક સજા કરવાની માંગણી સાથે હત્યા ના આરોપી ના મકાનો પર બુલડોઝર ફેરવાની માંગ કરી હતી આવેદન માં જણાવેલ કે હત્યા ના આરોપી માથાભારે ગુનેગારો છે તેમજ આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું કરી આંખ માં સ્પ્રે છાંટી હત્યા નિપજાવી છે તેમજ હત્યારા ની ગેરકાયદેસર મિલકત પર કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત બુલડોઝર ફેરવી કાર્યવાહી કરવામાં આવે.
