ક્ધટેનર, મોબાઈલ સહિત રૂ.93.26 લાખના મુદ્દામાલ સાથે ડ્રાઈવરની અટકાયત
સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એક મોટી અને સફળ રેડ પાડીને હાઈવે પરથી લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સાયલાથી ચોટીલા-રાજકોટ તરફ જતા રોડ ઉપર ઢેઢુકી ગામની સીમમાં આવેલી નાગરાજ હોટલના કમ્પાઉન્ડમાં ઊભેલા એક શંકાસ્પદ ટ્રક ક્નટેનરમાંથી પોલીસે વિદેશી દારૂ શોધી કાઢ્યો છે.
આ અંગે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના આણંદ મૂળ મહેકમ ધરાવતા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સમીરખાન ઇકબાલખાન દ્વારા સાયલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરાવવામાં આવ્યો છે. જેમાં તા.24-6એ સવારે સફળ ઓપરેશન પાર પાડ્યું હતું.
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે બુટલેગરોએ વિદેશી દારૂની હેરાફેરી કરવા માટે ટ્રક ક્નટેનર નંબર ઇંછ 56 અ 7860ની સ્થળ પરથી હરિયાણાના ડ્રાઈવરને દારૂના જથ્થા સાથે દબોચી લીધો છે. આ કરણસીહ કાલુરામ શ્રીરામ ઉં. 30 રહે મેહુવાલા, ભટુકલા, ફતેહાબાદ, હરીયાણાને વિદેશી દારૂની બોટલ કિંમત 63,83,300, ટ્રક-કન્ટેનર કિંમત 29,28,000, મોબાઇલ 2 કિંમત 15,000, તાડપત્રી 2,200, ગાડીના સાધનિક કાગળો કુલ જપ્ત મુદ્દામાલ 93,26,500 ઝડપાયો હતો.
જેની પૂછપરછમાં અન્ય નામો ખુલ્યા હતા. જેમાં ઇન્દજીત જાની જાટ રહે. ભટુકલા ખાબડા રોડ, જી. ફતેહાબાદ, હરીયાણ, વિદેશી દારૂનો જથ્થો મોકલનાર, વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર સુરેન્દ્રનગર પંથકનો અજાણ્યો ઇસમ, ગુનામાં સંડોવાયેલ ટ્રક ક્નટેનરના અસલી માલિક સામે ગુનો નોંધ્યો છે.
