રાજકોટ, બગસરા, સુત્રાપાડા, વંથલી, માળીયા હાટીના, ઢાંક, કોડીનાર, ડોળાસા, મેંદરડામાં પ્લસ પોલીયો અભિયાન યોજાયા
રાજયમાં બાળ લકવા નાબુદી અભિયાન અંતર્ગત આજથી પ્લસ પોલીયો અભિયાનનો પ્રારંભ થયો છે. રાજયના 3ર,997 પોલીયો બુથ પરથી આરોગ્ય વિભાગના 6,પ99 સુપરવાઇઝરના માર્ગદર્શન હેઠળ 6પ,994 આરોગ્ય ટીમ દ્વારા 0 થી પ વર્ષના 83,.49 લાખ બાળકોને પોલીયોની રસી આપવામાં આવશે. રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 0 થી પ વર્ષના બાળકોને પોલીયોની રસી આપી સુરક્ષી કરવામાં આવ્યા છે.
સુત્રાપાડા
સુત્રાપાડા નગરપાલિકા વિસ્તારમાં 2217 બાળકોને આવરી લેવાનો 13 બુથ કાર્યરત છે. ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા દેશના ભવિષ્ય સમાન બાળકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે હંમેશા પ્રશંસનીય અને મક્કમ પગલાં લેવામાં આવ્યા છે. સરકારના આવા જ એક શ્રેષ્ઠ અને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ “પલ્સ પોલિયો અભિયાન” અંતર્ગત આજરોજ તારીખ 28 જૂન, 2026 ને રવિવારના દિવસે સુત્રાપાડા મુકામે પોલિયો નાબૂદી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સુત્રાપાડા નગરપાલિકા હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડના હસ્તે બાળકોને પોલિયો વિરોધી રસીના બે ટીપા પીવડાવીને પોલિયો બુથનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો.
બગસરા
બગસરા આરોગ્ય શાખા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં પોલિયો રસીકરણ કરવામાં આવ્યું હતું જેમાં સવારથી આરોગ્ય શાખા દ્વારા બસ સ્ટેશન ખાતે પોતાની ટીમ સાથે આવી ગયેલ હતા બસ સ્ટેશનમાં આવતા તમામ નાના નાના ભૂલકાઓને બે બુંદ જિંદગીની પીવડાવી બાળકોને પોલિયો મુક્ત કરવા જહેમત ઉઠાવી હતી. પોલિયો દેશમાંથી નાબૂદ કરવા સરકારની ગાઇડલાઇન કોઈ પણ બાળક પોલિયોનો શિકાર ના બને તેના માટે શહેરના જુદા જુદા વિસ્તાર આરોગ્ય શાખા દ્વારા ફરીને પોલિયોનું રસિકરણ કરવામાં આવ્યું હતું.
શાપુર
વંથલીના શાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા અપાયા હતા જેમાં કુલ 27 બુથ પર પીએચસીના હેલ્થ વર્કરો દ્વારા 100 ટકા કામગીરી પૂર્ણ કરવાના લક્ષ્યાંક સાથે સઘન પ્રયાસો સાથે કોઈ પણ બાળક પોલિયોના ટીપાંથી વંચિત ન રહે તે માટે સફળ કામગીરી કરાઈ હતી.
કુકસવાડા
માળીયાહાટીના તાલુકાનું ગામ.ચોરવાડ. પંથકમાં પોલિયો રસીકરણ નું આયોજન સમગ્ર ગુજરાતમાં પોલિયો રસીકરણ અભિયાન સક્રિય છે ત્યારે આજે માળિયા હાટીના તાલુકાના ચોરવાડ ખાતે તથા કુકસવાડા. વગેરે ગામમાં. ઝીરો થી પાંચ વર્ષના બાળકને પોલિયો રસીકરણ કરવામાં આવ્યું હતું.
ડોળાસા
કોડીનાર તાલુકા ના ડોળાસા ગામે આજે પોલિયો ની સફળ કામગીરી કરવામાં આવી હતી. વિઠ્ઠલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નીચે આવતા ડોળાસા ગામે સરકારના પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત જીરો થી પાંચ વર્ષ ના તમામ બાળકો ને પોલિયો રસી કરણ ના બે ટીપા પીવડાવી બાળકો ને પોલિયો ની બીમારી સામે સુરક્ષિત કર્યા હતા. આ અભિયાન ,આંગણવાડી ના બહેનો અને આશા વર્કર બહેનો પણ જોડાયા હતા. ડોળાસા બસ સ્ટેન્ડમાં પણ એક પોલિયો બુથ ચાલુ રખાયું હતું.
જયારે કોડીનાર તાલુકાના અડવી ગામે આજે પોલિયો ની સફળ કામગીરી કરવામાં આવી હતી. વિઠ્ઠલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નીચે આવતા અડવી ગામે સરકારના પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત જીરોથી પાંચ વર્ષના તમામ બાળકોને પોલિયો રસીકરણના બે ટીપા પીવડાવી બાળકોને પોલિયોની બીમારી સામે સુરક્ષિત કર્યા હતા.
ઢાંક
ઉપલેટા તાલુકાના ઢાંક ખાતે આવેલ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ખાતે ર8 ને પોલીયો રવિવારે પોલીયો રસીકરણનો કાર્યક્રમ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો.જીનલ માકડીયાના સીધા માર્ગદર્શન હેઠળ રાખવામાં આવેલ છે. પોલીયો રસીકરણના કાર્યક્રમમાં ઢાંકના જુદા જુદા 6 વિસ્તારોમાં બુથ બનાવીને બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવેલ જેમાં અંદાજીત 6પ0 બાળકોને પોલીયોના ટીપા પીવડાવામાં આવેલ.
માળીયા હાટીના
8 જૂન પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત માળિયા હાટીના તાલુકાના તમામ ગામોના પી એસ સી આરોગ્ય કેન્દ્ર આંગણવાડી કેન્દ્રોમાં 0 થી 5 વર્ષના બાળકોને પોલિયો નાબૂદી રસીકરણના ટીપા પીવડાવવા માટે માળીયા હાટીના તાલુકાનું આરોગ્ય વિભાગ સવારથી કામગીરીમાં લાગ્યું હતું. માળિયા હાટીના તાલુકા ભંડુરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આરોગ્ય કેન્દ્ર ખાતે ગઈંઉ પોલિયો રાઉન્ડ અંતર્ગત સવારથી જ પોલિયો રસીકરણની કામગીરી કરવા આવી છે.
મેંદરડા
મેંદરડા સરકારી હોસ્પિટલ ખાતે પોલીયોની રસી પીવડાવવા માટે એક બુથ રાખવામાં આવેલ જેમાં 0 થી 5 વર્ષના બાળકોને રસી પીવડાવવામાં આવી હતી.
