ભારતે રચ્યો ઇતિહાસ! ન્યુક્લિયર રિએક્ટરની ગરમીથી બનાવ્યો હાઇડ્રોજન

પરમાણુ રિએક્ટરમાં ટેક્નોલોજીનું પરિવર્તન

ભારતે વૈશ્ર્વિક સ્તરે પરમાણુ ઊર્જા ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચી દૃીધો છે. દૃેશે દૃુનિયાના સૌપ્રથમ એવા હાઇડ્રોજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે, જે વીજળીના બદૃલે પરમાણુ રિએક્ટરની ઊર્જાનો ઉપયોગ કરીને હાઇડ્રોજનનું ઉત્પાદૃન કરે છે. તમિલનાડુના કલપક્કમમાં આવેલા ’ઇન્દિૃરા ગાંધી પરમાણુ અનુસંધાન કેન્દ્ર’ ખાતે આ વિશ્ર્વની પહેલી ન્યૂક્લિયર હાઇડ્રોજન ઉત્પાદૃન ફેસિલિટી શરૂ કરવામાં આવી છે. ’કોપર-ક્લોરીન થર્મોકેમિકલ સાયકલ’ પર આધારિત આ ટેક્નોલોજી સંપૂર્ણપણે કાર્બન-મુક્ત અને અત્યંત કાર્યક્ષમ છે.પરમાણુ ઊર્જા વિભાગના સચિવ અજીત કુમાર મોહંતીએ જણાવ્યું હતું કે, પરમાણુ ઊર્જામાં કાર્બન-મુક્ત વીજળીની સાથે-સાથે મોટા પાયે હાઇડ્રોજન ઉત્પાદૃન માટે જરૂરી ઉચ્ચ તાપમાન આપવાની અનોખી ક્ષમતા છે. એટમિક એનર્જી કમિશનના પૂર્વ ચેરમેન અને ન્યૂક્લિયર ફિઝિસિસ્ટ અનિલ કાકોદૃકરે ઉમેર્યું કે, વિશ્ર્વમાં ક્લીન એનર્જી માટે હાઇડ્રોજન સૌથી મહત્ત્વનો સ્ત્રોત બની રહૃાો છે, તેથી તેના ઉત્પાદૃનની આવી સસ્તી પદ્ધતિઓ ખૂબ જ જરૂરી છે.
ઐતિહાસિક ઉદ્ઘાટન: આ સુવિધાનું ઉદ્ઘાટન ૨૬ જૂનના રોજ ભારતના સૌથી જૂના કલપક્કમ સ્થિત ’ફાસ્ટ બ્રીડર ટેસ્ટ રિએક્ટર’ (હ્લમ્ઇ) ખાતે કરવામાં આવ્યું છે, જે ૧૯૫થી રિસર્ચ માટે કાર્યરત છે.
૫૦૦ મેગાવોટનું રિએક્ટર: આ પ્લાન્ટ એ જ કોમ્પ્લેક્સમાં છે જ્યાં ’પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર’ (ઁહ્લમ્ઇ) આવેલું છે. આ ૫૦૦ મેગાવોટના કોમર્શિયલ રિએક્ટરે એપ્રિલ ૨૦૨૬માં જ પહેલીવાર સફળ સંચાલન હાંસલ કર્યું હતું.

રિલેટેડ ન્યૂઝ