એમેઝોન ઈન્ડિયાએ પ્રાઇમ ડે 2026ની ડીલ્સ જાહેર કરી

પ્રાઇમ સભ્યો ત્રણ દિવસ સુધી શ્રેષ્ઠ ડીલ્સ, આકર્ષક નવા લોન્ચ, બ્લોકબસ્ટર મનોરંજન અને વધુ માટે તૈયાર થઈ જાઓ – 4-6 જુલાઇ

એમેઝોને આજે સૌથી વધુ રાહ જોવાઇ રહેલી પ્રાઇમ ડે 2026ની ડીલ્સ અને લોન્ચ જાહેર કર્યા હતા, જે પ્રાઇમ સભ્યો માટે વિશેષ રીતે ઉપલબ્ધ છે. 4થી જુલાઇના રોજ રાત્રે 12:00 વાગ્યાથી શરૂ થઈને 6ઠ્ઠી જુલાઇના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી ચાલનારો આ પ્રાઇમ ડે પ્રાઇમ સભ્યોને 72 કલાક સુધી આકર્ષક ડીલ્સ, નવા લોન્ચ અને બ્લોકબસ્ટર મનોરંજન ઓફર કરશે. 10 વર્ષના સીમાચિહ્નના ભાગ તરીકે, એમેઝોન પ્રાઇમ મેમ્બરશીપને માત્ર રૂ. 999 પર ફ્લેટ રૂ. 500ની છૂટ આપી રહી છે, જેમાં વર્ષદીઠ રૂ. 299 (શોપિંગ એડિશન) અને વર્ષદીઠ રૂ. 500 (પ્રાઇમ લાઇટ)થી શરૂ થતા પ્લાન્સ સામેલ છે. સભ્યો એસબીઆઇ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ, એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ અને ઇએમઆઇ વ્યવહારો પર 10% સુધીની બચત અને એમેઝોન પે આઇસીઆઇસીઆઇ બેંક ક્રેડિટ કાર્ડ સાથે અમર્યાદિત 5%નાં કેશબેક સાથે 10મી વર્ષગાંઠની ડીલ્સનો એક્સેસ મેળવે છે. આ પ્રાઇમ ડેમાં ટોચની ભારતીય અને વૈશ્વિક બ્રાન્ડ્સમાંથી 500થી વધુ નવી પ્રોડક્ટ્સને લોન્ચ કરવામાં આવી છે. ભારતમાં પ્રાઇમ ડેની 10 વર્ષની ઉજવણી કરવા માટે એમેઝોન 10મી વર્ષગાંઠની ડીલ્સ રજૂ કરી રહી છે – જેમાં સ્માર્ટફોન્સ, લેપટોપ્સ, હોમ એપ્લાયન્સિસ, ફેશન, બ્યુટી અને રોજિંદી વપરાશની આવશ્યક ચીજવસ્તુઓમાં 300થી વધુ ટોચની બ્રાન્ડની 15,000થી વધુ પ્રોડક્ટ્સમાં વર્ષની સૌથી મોટી બચત થશે.

રિલેટેડ ન્યૂઝ