નેક પેકેજિંગ લિમિટેડ તેના પ્રત્યેક રૂ. 10નીફેસ વેલ્યૂ ધરાવતા ઇક્વિટી શેર્સનો આઈપીઓ (ઘરરયિ) બુધવાર, 1 જુલાઈ, 2026ના રોજ ખુલ્લો મૂકવાની દરખાસ્ત કરે છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ શુક્રવાર, 3 જુલાઈ, 2026 છે.
આ ઓફર માટેનો પ્રાઇસ બેન્ડ પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર માટે રૂ. 161 પ્રતિ ઇક્વિટી શેરથી રૂ. 170 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવ્યો છે. એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનમાં અરજી કરી રહેલા લાયક કર્મચારીઓને પ્રતિ રૂ. 10નીફેસ વેલ્યૂના ઇક્વિટી શેર દીઠ રૂ. 16નું ડિસ્કાઉન્ટ (ઊળાહજ્ઞુયય ઉશતભજ્ઞીક્ષિ)ં આપવામાં આવશે. રૂ. 10 ફેસ વેલ્યૂ ધરાવતા ઓછામાં ઓછા 88 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ તેના 88 શેરના ગુણાંકમાં બિડ કરી શકાશે.
આ ઓફરમાં રૂ. 3,800.00 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ ઉપરાંત વેચાણકર્તા શેરધારકો દ્વારા 35,00,000 સુધીના ઇક્વિટી શેર્સની વેચાણ માટેની ઓફર (ઓએફએસ)નો સમાવેશ થાય છે, જેમાં શ્રી અલ્પેશ તુલસીભાઈ પટેલ દ્વારા 6,75,750 સુધીના ઇક્વિટી શેર, પ્રવીણકુમાર અંબાલાલ પટેલ દ્વારા 3,00,000 સુધીના ઇક્વિટી શેર અને રશ્મિનભાઈ તુલસીભાઈ પટેલ દ્વારા 6,75,750 સુધીના ઇક્વિટી શેર (સામૂહિક રીતે વિંય ઙજ્ઞિળજ્ઞયિિં જયહહશક્ષલ જવફયિવજ્ઞહમયતિ) સમાવિષ્ટ છે. આ ઉપરાંત પ્રમોટર ગ્રૂપ સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા સામૂહિક રીતે 15,61,000 સુધીના ઇક્વિટી શેર અને અન્ય એક વેચાણકર્તા શેરધારક દ્વારા 2,87,500 સુધીના ઇક્વિટી શેર ઓફર કરવામાં આવશે.
નેક પેકેજિંગ લિમિટેડ એક અગ્રણી, ઇન્ટિગ્રેટેડ, નવીનતા આધારિત, નિકાસ કેન્દ્રિત અને ટકાઉ પેકેજિંગ સોલ્યુશન્સ પૂરા પાડતી કંપનીઓમાંની એક છે. કંપની વિવિધ પ્રકારના પેકેજિંગ સોલ્યુશન્સ પૂરા પાડે છે, જેમાં પ્રિન્ટેડ અને લેમિનેટેડ વૂવન પોલીપ્રોપીલિન (ઙકઠઙઙ) બેગ્સ અને ઙકઠઙઙ પિંચ બોટમ બેગ્સનો સમાવેશ થાય છે. આ બેગ્સ કસ્ટમાઇઝ્ડ છે અને ફૂડ પ્રોડક્ટ્સ તથા પેટ ફૂડ્સ સહિત વિવિધ ક્ષેત્રો માટે મજબૂત પેકેજિંગ સોલ્યુશન્સ માટે ઉપયોગી છે (ટેક્નોપેકના રિપોર્ટ મુજબ).
