હુમલા સમયે ખુલ્લામાં રહેવા લોકો મજબૂર
પશ્ર્ચિમ એશિયામાં મિસાઇલ હુમલાઓ, ધડાકાઓ અને યુદ્ધની ચીનગારીઓએ સમગ્ર જગતના શ્ર્વાસ રોકી દૃીધા
પશ્ર્ચિમ એશિયામાં મિસાઈલ હુમલાઓ, ધડાકાઓ અને યુદ્ધની ચીનગારીઓએ સમગ્ર જગતના શ્ર્વાસ રોકી દૃીધા છે. ઈરાનની મિસાઈલ્સ, જહાજો ઉપર પડતાં સ્થિતિ ગંભીર બની ગઈ છે. ગલ્ફ વિસ્તારમાં ૯૦ લાખથી વધુ નાગરિકો વસે છે. તે પૈકી સૌથી વધુ (૧) દૃુબઈ (યુએઈ)માં ૨૦ લાખ ભારતીયો છે. (૨) અબુધાબી (યુએઈ)નાં પાટનગરમાં ૮ લાખ જેટલા ભારતીયો છે. (૩) યુએઈનાં શારજાહમાં પણ આશરે ૭ લાખ ભારતીયો વસે છે. કતરનાં પાટનગર દૃોહામાં અને આસપાસમાં ૫ લાખથી વધુ ભારતીયો છે. (૪) મનામા (બહેરિન) બહેરિનના આ પાટનગર તથા મુહર્રક જેવા વિસ્તારોમાં પણ ઘણા ભારતીયો વસે છે. આ સર્વેને ભારતીય દૃૂતાવાસો અને ઉપ-દૃૂતાવાસોએ સતત સંપર્કમાં રહેવા સૂચના આપી દૃીધી છે. તેમજ મિસાઈલ્સ કે બોમ્બ વર્ષા સમયે મકાનો છોડી ખુલ્લામાં ચાલ્યા જવા તાકીદૃ કરી છે.ઈરાન હોર્મુઝ અને તટીય પ્રદૃેશમાં મિસાઈલ હુમલા કરી રહૃાું છે તેની ભારતે ઉગ્ર ટીકા કરી છે.
