‘જય રણછોડ માખણ ચોરના નારાથી ગગન ગુંજી ઉઠ્યુ જગતના નાથ જગન્નાથજીએ કરી નગરચર્યા

દિૃવ્ય ૧૪૯મી રથયાત્રામાં ભગવાનના દૃર્શનાર્થે ભકતોનું ઘોડાપ્ાૂર ઉમટ્યું

અમદૃાવાદૃના જમાલપુર ખાત્ોના સુપ્રસિધ્ધ ભગવાન જગન્નાથજી મંદિૃરથી અષાઢી બીજ પર્વે ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક અને દિૃવ્ય ૧૪૯મી રથાયાત્રા દૃબદૃબાપ્ાૂર્વક લોખંડી સુરક્ષા વચ્ચે નીકળી હતી. રથયાત્રાના ૧૬.૨ કિ.મી.ના રૂટ ઉપર ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દૃર્શનાર્થે ભાવિકોનું ઘોડાપ્ાૂર ઉમટેલું નજરે પડ્યું હતું ભગવાનના દૃર્શન માટે ભકતોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો ‘જય રણછોડ માખણ ચોરના જયઘોષથી ગગન ગુંજી ઉઠ્યું હતું. રથાયાત્રા દૃરમ્યાન પ્રથમ રથમાં ભગવાન જગન્નાથજી, ત્યારબાદૃ સુભદ્રાજી અને છેલ્લા રથમાં બલભદ્રજી બિરાજમાન થઇ નગરચર્યાએ નીકળ્યા હતા.

કેન્દ્રિય ગ્ાૃહમંત્રી અમિત શાહે સપરિવાર ભગવાન જગન્નાથજીની મંગળા આરતી અને પ્ાૂજા-અર્ચના કરી

ભગવાનની રથયાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું; લોખંડી સુરક્ષા વચ્ચે રથયાત્રા સંપન્ન

શહેરના જમાલપુર ખાત્ોના સુપ્રસિધ્ધ ભગવાન જગન્નાથજી મંદિૃરેથી આજે અષાઢી બીજ પર્વે ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક ૧૪૯મી રથયાત્રા દૃબદૃબાપ્ાૂર્વક નીકળી રાત્રે નિજ મંદિૃરે પરત ફરી હતી.
આજે પરોઢિયે ભગવાનના મંદિૃરે કેન્દ્રિય ગ્ાૃહ મંત્રી અમિત શાહ સપરિવાર પહોંચ્યા હતા રથ યાત્રા પ્ાૂર્વે અમિત શાહે સપરિવાર સાથે ભગવાન જગન્નાથજીની મંગળા આરતી અને પ્ાૂજા અર્ચના કરી હતી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ત્યારે ઉપસ્થિત રહૃાા હતા.
ત્યારબાદૃ ૪-૩૦ વાગ્યે ભગવાનન્ો વિશિષ્ટ ભોગ (ખિચડી) ધરાવાયો હતો ત્યારબાદૃ ભગવાનના અતિપ્રિય આદિૃવાસી ન્ાૃત્ય અને રાસગરબાનું આયોજન કરાયું હતું.
ત્યારબાદૃ ભગવાનન્ો આંખે બાંધેલા પાટા વૈદિૃક મંત્રોચ્ચાર કરી ખોલવાની વિધિ કરાઇ હતી. ૫-૪૫ વાગ્યે ભગવાનનો રથમાં પ્રવેશ કરાયો હતો.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે રથયાત્રાન્ો પ્રસ્થાન કરાવતા પ્ાૂર્વે મંદિૃર પરિસરમાં ભગવાન જગન્નાથજી અને ત્ોમના રથનું પ્ાૂજન-આર્ચન કર્યું હતું. ત્યારબાદૃ સતત પાંચમીવાર ભગવાન જગન્નાથજીના રથની ‘પિંહદૃ વિધિ સંપન્ન કરી હતી. ત્ો પ્રસંગ્ો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ વિધિમાં ભક્તિભાવપ્ાૂર્વક સહભાગી થયા હતા. નગરયાત્રા માટે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ભગવાનના રથન્ો મંદિૃર પરિસરમાંથી ભક્તિભાવપ્ાૂર્વક બહાર લાવતા જ મંદિૃર પરીસર ‘જય રણછોડ માખણ ચોરના નારાથી ગુંજી ઉઠ્યું હતું.ભગવાન જગન્નાથજી આજે ભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે નગર યાત્રાએ નીકળ્યા હતા રથયાત્રાના અગ્રભાગમા શણગારેલા ૧૮ ગજરાજો, ત્યારબાદૃ ૧૦૧ ટ્રકો, ૩૦ અખાડા, ૧૮ ભજન મંડળીઓ અન્ો ૩ બ્ોન્ડવાજા હતા. હજારથી વધુ ખલાસી ભાઇઓ ત્રણેય રથન્ો ખેંચીન્ો પરંપરાગત રૂટ ઉપર લઇ ગયા હતા. અન્ો રાત્રે નિજ મંદિૃરે પરત ફર્યા હતા.
૧૬.૨ કિ.મી.ની આ રથયાત્રા માટે લોખંડી સુરક્ષાનું આયોજન કરાયું હતં. રથયાત્રામાં ધાબા પોઇન્ટ ડ્રોન, એઆઇ ફેસ રેકગ્નિશન કેમેરા, સીસીટીવી કેમેરા, એન્ટી ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરાયો હતો. રથાયાત્રા માટે ૩૦ હજારથી વધુ પોલીસ કર્મી, અર્ધલશ્કરી દૃળોની કંપની ત્ૌનાત કરાઇ હતી. રથયાત્રાના રૂટ ઉપર વહેલી સવારથી ભાવિકો ઉમેટી પડ્યા હતા રથયાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું રથયાત્રા એએમસી કચેરી કાત્ો પહોંચી હતી ત્યારે મેયર હિત્ોષ બારોટ, ડેપ્યુટી મેયર અંજુબ્ોન શાહ સહિતના ન્ોતાઓએ મહંત દિૃલીપદૃાસજી, ટ્રસ્ટી મહેન્દ્ર ઝાનું સ્વાગત કર્યું હતું. મ્યુ. કમિશ્ર્નર બંછાનિધી પાનીએ રથનું સ્વાગત કરી ભગવાનના આશીર્વાદૃ લીધા હતા.
રથયાત્રા બપોરે સરસપુર ભગવાનના મોસાળ પહોંચી હતી ત્યાં ભાવિકોએ ભગવાનનો મહાપ્રસાદૃ લીધો હતો ત્યારબાદૃ મોડી થયેલી રથયાત્રા સરસપુરથી પરત કાલુપુર થઇ શાહપુરથી ઘીકાંંટાથી માણેકચોક થઇ રાત્રે નિજ મંદિૃરે પરત ફરી હતી.
રથયાત્રા દૃરમ્યાન ૪૫ હજાર કિલો મગ, ૫૦૦ કિલો જાંબુ, ૫૦૦ કિલો કેરી, ૪૦૦ કિલો કાકડી- દૃાડમ અને ૨ લાખ ઉપ્ોર્ણા પ્રસાદૃમાં ભાવિકોન્ો અપાયા હતા.
આજની દિૃવ્ય રથયાત્રાન્ો લઇન્ો ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો.

રિલેટેડ ન્યૂઝ