વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ડ’ પર કચ્છીઓના નવા વર્ષની વિશેષ શુભેચ્છા પાઠવી છે. આશાઢી બીજના પવિત્ર પર્વ નિમિત્તે, તેમણે કચ્છી ભાષામાં હૃદયસ્પર્શી સંદેશ લખીને દેશ અને દુનિયામાં વસતા તમામ કચ્છી ભાઈ-બહેનોને નવા વર્ષના ’રામ રામ’ કહ્યા છે.
કચ્છના નવા વર્ષે ઙખ મોદીએ પાઠવી શુભેચ્છા સોશિયલ મીડિયા ટ્વિટ પર શુભેચ્છા પાઠવતા લખ્યું હતું કે, “કચ્છડ઼ો ખેલે ખલકમેં જીં મહાસાગરમેં મચ્છ, જિતે હિકડ઼ો કચ્છી વસે ઉતે ડીંયા ડીં કચ્છ.
અજ આષાઢી બીજ એટલે કચ્છી નયોં વરેં, દેશ અને દુનિયાંમેં વસંધલ કચ્છી ભા-ભેંણેંકે કચ્છી નયેં વરેંજા રામ રામ અને જિજી જિજી વધાઇયું.” વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા ’ડ’ પર કચ્છીઓના નવા વર્ષે શુભેચ્છા સંદેશમાં કચ્છીઓને નવા વર્ષના રામ રામ કહ્યાં છે. પોતાના સંદેશમાં વડાપ્રધાને કચ્છી સંસ્કૃતિ અને તેની વૈશ્ર્વિક ઓળખને ઉજાગર કરતા જણાવ્યું હતું કે જ્યાં એક પણ કચ્છી વસે છે, ત્યાં કચ્છ ધબકે છે.વડાપ્રધાનનો આ સંદેશ કચ્છી સમુદાય માટે ખૂબ જ ઉત્સાહ અને આનંદનો વિષય બન્યો છે.
