૫ લાખમાં ખરીદ્યા પેપર, ૧૧૧ સવાલ મેચ થયા NEET પેપર લીક કાંડમાં CBIનો મોટો ધડાકો

કેમેસ્ટ્રીનું પેપર લીક કરવા ૫ લાખની લાંચ અપાઈ હતી : મુખ્ય આરોપી મોટેગાવકરના ફોનમાંથી ૧૩૨ પ્રશ્ર્નોના પુરાવા મળ્યા

દૃેશની નામાંકિત મેડિકલ કોલેજોમાં એડમિશન મેળવવા માટે લેવાયેલી પરીક્ષાના પેપર લીક મામલે સીબીઆઈ (ઝ્રમ્ૈં) દ્વારા એક ખાસ કોર્ટમાં કેટલાક અત્યંત ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે. સીબીઆઈએ કોર્ટ સમક્ષ રજૂ કરેલા પુરાવાઓમાં સ્પષ્ટ કર્યું છે કે આ આખીયે સરકારી પરીક્ષાના કૌભાંડ પાછળ એનટીએ (દ્ગ્છ)ની સરકારી પેનલના સભ્યો અને ખાનગી કોિંચગ સેન્ટરોના સંચાલકો વચ્ચે બહુ મોટી મિલીભગત અને સાંઠગાંઠ ચાલતી હતી. સીબીઆઈએ કોર્ટમાં આરોપી કોિંચગ સંચાલક શિવરાજ રઘુનાથ મોટેગાવકરની જામીન અરજીનો વિરોધ કરતા જણાવ્યું કે, તેણે કેમેસ્ટ્રી વિષયના પ્રશ્ર્નો પરીક્ષા પહેલાં જ મેળવી લેવા માટે રૂ.૫ લાખની મોટી રકમ ચૂકવી હતી. આ પ્રશ્ર્નો નેશનલ ટેસ્ટિંગ એજન્સી (દ્ગ્છ)ના તે નિષ્ણાત પેનલ મેમ્બર પી.વી. કુલકર્ણી પાસેથી મેળવવામાં આવ્યા હતા, જે પોતે જ આ પ્રશ્ર્નપત્ર તૈયાર કરવાની પ્રક્રિયામાં સામેલ હતા.
તપાસ એજન્સીના જણાવ્યા પ્રમાણે, આ કેસના મુખ્ય આરોપી મોટેગાવકરનો દૃીકરો કુલકર્ણીના જ કેમેસ્ટ્રી ટ્યુટોરિયલ ક્લાસીસમાં ભણતો હતો. આ ક્લાસ દૃરમિયાન જ પરીક્ષાના અત્યંત ગુપ્ત અને મહત્ત્વના પ્રશ્ર્નો લીક કરીને મોટેગાવકર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. આ પ્રશ્ર્નો હાથમાં આવ્યા બાદૃ મોટેગાવકરે પોતાની હસ્તાક્ષરમાં તેની અલગથી નોટ્સ પણ તૈયાર કરી લીધી હતી.
સીબીઆઈને આરોપી મોટેગાવકરના મોબાઈલ ફોનમાંથી અત્યંત મહત્ત્વના ડિજિટલ પુરાવા મળ્યા છે. તેના ફોનમાંથી કુલ ૩૬ ફોટો મળી આવ્યા છે, જેમાં હાથેથી લખેલા કેમેસ્ટ્રીના ૧૩૨ પ્રશ્ર્નો હતા. સીબીઆઈની તપાસમાં બહાર આવ્યું છે કે આમાંથી ૧૧૧ પ્રશ્ર્નો દ્ગ્છ દ્વારા દ્ગઈઈ્ (ેંય્) માટે તૈયાર કરવામાં આવેલા માસ્ટર પ્રશ્ર્નપત્ર સેટ સાથે હૂબહૂ મેચ થતા હતા.
મોબાઈલના મેટાડેટા એનાલિસિસ (ડિજિટલ તપાસ) પરથી સાબિત થયું છે કે આ તમામ તસવીરો ૩ મેના રોજ યોજાયેલી પરીક્ષાના આશરે ૧૦ દિૃવસ પહેલાં જ ક્લિક કરવામાં આવી હતી.
આ પ્રશ્ર્નો મેળવવા માટે આપેલી રૂપિયા પાંચ લાખની લાંચની રકમ પણ સીબીઆઈએ અન્ય એક આરોપી મનોજ ભગવાનરાવ શિરૂરેના ઠેકાણેથી રિકવર કરી લીધી છે.

રિલેટેડ ન્યૂઝ