કોલ્ડ ડ્રીંકસનું નિયમિત સેવન મીઠું ઝેર: કેન્સરનો ખતરો: ગ્લોબલ રિસર્ચના રિપોર્ટનો ખુલાસો

ફ્રુટ જયુસ કરતા પૂરું ફળ ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

જો કોલ્ડ ડ્રીંક કે એવા જ શુગર વાળ પીણાં જો વ્યસન બની ગયા હોય તો સતર્ક થઈ જવું જરૂરી છે. વૈશ્ર્વિક સમીક્ષામાં કોલ્ડ ડ્રીંક પેકડ મીઠા જયુસ કે અન્ય આવા ડ્રિંકના નિયમિત સેવનના તાર કેન્સરના ખતરા સાથે જોડાયેલા હોવાના વૈજ્ઞાનિક સંકેત મળ્યા છે.
વર્લ્ડ કેન્સર રિસર્ચ ફંડના ગ્લોબલ કેન્સર અપડેટ અંતર્ગત રિસર્ચરોએ દુનિયાભરની 51 કોહોર્ટ સ્ટડીના 158 રિપોર્ટોનું વિશ્ર્લેષણ કર્યું.
રિપોર્ટ મુજબ રોજ લગભગ 355 એમએસ (લગભગ એક કેન) શુગર વાળુ કોલ્ડ ડ્રીંક પીનારાઓના આન્યાશય એટલે કે પેન્ક્રીયાસમાં કેન્સરનો ખતરો 9 ટકા અને મોટા આંતરડા (કોલોરેકટેલ)ના કેન્સરનો ખતરો 7 ટકા વધુ જોવા મળ્યો.
ખાંડવાળા પીણાનું વધુ સેવર ઓવરી કેન્સર અને સ્તન કેન્સર જેવા સ્થુળતા સાથે જોડાયેલા કેટલાક અન્ય કેન્સરો સાથે પણ જોડાયેલા હોઈ શકે છે, જો કે તેના પુરાવા સીમીત છે.
સ્ટડીમાં ડાઈટ ડ્રિંક જેવા કૃત્રિમ મિઠાશવાળા પીણાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સંશોધકોને આમાંથી કેન્સરનો ખતરો વધવાના કોઈ મજબૂત પ્રમાણો નથી મળ્યા. કેટલાક અધ્યયનોમાં બ્લુકિમીયા (બ્લડ કેન્સર)ની સાથે સંભવિત સંબંધના સંકેત મળ્યા છે. જેની પુષ્ટિ કરવાની બાકી છે.
જો કે નિષ્ણાંતોએ એમ પણ કહ્યું હતું કે એમ ન કહી શકાય કે કોલ્ડ ડ્રીંકસ પીવાથી કેન્સર થાય છે, પરંતુ નિયમિત સેવનથી કેન્સરનું જોખમ છે. રિપોર્ટમાં ફ્રુટનું જયુસ પીવાથી કોઈ વધારાનો ફાયદો નથી થતો પણ પુરું ફળ ખાવવું ફાયદાકારક છે.

રિલેટેડ ન્યૂઝ