દૃૂધ સહિત ખાદ્ય ખોરાકીની વસ્તુઓમાં ભેળસ્ોળ પકડાય તો તંત્રના જવબાદૃારોન્ો પણ ગુન્ોગાર ગણવા જોઇએ
દૃૂધ પૌષ્ટિકતા આપતું સ્વાસ્થ્યપ્રદૃ પીણું નહીં, પરંતુ જીવનન્ો પોષણ આપતું એક મહત્વનું વિશ્ર્વાસનું પ્રતિક છે. દૃેશના વિવિધ રાજ્યોમાં વિવિધ સમયે દૃૂધમાં થતી ભેળસ્ોળના કિસ્સાઓ બહાર આવતા હોય છે.
આ ગુનાખોરીાં સૌથી મોટો ભય આ રહે છે કે, ત્ોનો શિકાર એવી વ્યક્તિઓ બન્ો છે જેમનું રક્ષણ કરવું સમાજની પ્રથમ જવાબદૃારી છે. બાળકો, ગર્ભવતી મહિલાઓ, વડીલો તથા બીમાર વ્યક્તિઓન્ો દૃૂધ આપવામાં આવતું હોય છે.
આ દૃૂધમાં કપડા ધોવાનો પાવડર, પામ ઓઇલ તથા રાસાયણિક પદૃાર્થો મેળવવામાં આવે છે તો આ બાબત માત્ર ભેળસ્ોળ નહીં પરંતુ પ્રજાના સ્વાસ્થ્ય સાથે જાણી જોઇન્ો કરવામાં આવતો ખીલવાડ છે.
મહારાષ્ટ્રના ધારા શિવમાં તાજેતરમાં કરોડો લીટર ભેળસ્ોળવાળું દૃૂધ મળ્યું હતું. આ માત્ર ગુનો નોેંધીન્ો કાયદૃેસર કાર્યવાહી કરવાની બાબત નથી પરંતુ વિશ્ર્વાસ પર આઘાત છે. કારણ કે, દૃૂધ પીવાથી નાના બાળકો સહિત વૃધ્ધોન્ો જરૂરી પોષણ મળી જતું હોય છે.
આ કિસ્સામાં તપાસ કરતી વેળા આ બાબત ઉજાગર થઇ હતી કે, ૬ મહિનાની અંદૃર નકલી દૃૂધ પાવડરથી ભેળસ્ોળ યુકત દૃૂધ ત્ૌયાર કરી મોટા પ્રમાણમાં બજારમાં વેચાણ કરી દૃેવામાં આવ્યું હતું. આથી આ મોટા પ્રમાણમાં કારોબાર ચાલતો હોવાથી એક બાબત સ્પષ્ટ છે કે, આ એક સુઓજિત ગંભીર ષડયંત્ર હતું.
આટલી મોટી ધોખાબાજી સક્ષમ ગુન્ોગારોનું ન્ોટવર્ક, નિયમિત અખાદ્ય વસ્તુઓની આયાત અને ઘણા સ્તર પર દૃરેક ડિપાર્ટમેન્ટમાં મિલિભગત થયા વગર આટલું મોટું ષડયંત્ર થઇ શકે નહીં.
આથી સૌથી મોટો પ્રશ્ર્ન આ છે કે, જ્યારે કરોડો લીટર ભેળસ્ોળ વાળુ દૃૂધ બજારમાં પહોંચી ગયું ત્યારે ખાદ્ય સુરક્ષાની જેની પર જવાબદૃારી છે ત્ો એજન્સીઓ શું કરતી હતી?
જેમની પર દૃૂધની તપાસ તથા દૃેખરેખ રાખવાની જવાબદૃારી છે ત્ોઓ પણ ગુનામાં એટલા જ ભાગીદૃાર છે. ગુન્ોગારોએ વધુ નાણાં કમાવી લેવા માટે પ્રજાના આરોગ્ય સાથે ચેડા કર્યા પરંતુ દૃેખરેખ રાખવાવાળી એજન્સીઓએ આંખ આડા કામ કરી આ દૃૂષણ સામે કોઇ જરૂરી કાર્યવાહી કરી ન હતી.
ખાદ્ય સુરક્ષા એજન્સીઓનો ઉદ્દેશ્ય માત્ર ખાદ્ય એકમો પર છાપો મારવાનો નથી પરંતુ ગુનો થાય ત્ોન્ો અટકાવવાનો છે. લાખો લીટર ભેળસ્ોળ વાળું દૃૂધ સંખ્યાબંધ ઘરો સુધી પહોંચી ગયા પછી કાર્યવાહી કરવાનો કોઇ અર્થ નથી.
આથી િંચતાનો વિષય આ છે કે, દૃેશમાં આજે દૃરેક વસ્તુઓમાં ભેળસ્ોળ થઇ રહી છે. અને આ સમસ્યા કોઇ એક રાજ્ય કે જિલ્લા પ્ાૂરતી સિમિત રહી નથી માત્ર દૃૂધ નહીં ખાદ્ય ખોરાકીની તમામ વસ્તુઓમાં થતી ભેળસ્ોળ સંગઠિત ગુનાનું સ્વરૂપ ધારણ કરે છે જ્યારે નફો માનવીના જીવન કરતા વધુ મહત્વનો બન્ો છે. ત્યારે ઉત્પાદૃક ભેળસ્ોળ કરતા અચકાતો નથી.
પ્રજાના સ્વાસ્થ્ય સામે જોડાયેલા આવા મામલામાં હવે માત્ર કઠોર કાર્યવાહી થશે ત્ોવી ઘોષણા પર્યાપ્ત નથી અત્યાર સુધીનો અનુભવ દૃર્શાવે છે કે, કડક સજાની જોગવાઇ હોવા છતાં ભેળસ્ોળના મોટાભાગના કિસ્સામાં યોગ્ય કાર્યવાહીનો સંદૃતર અભાવ રહેલો હોય છે. દૃૂધનું સંગ્રહ કરતા કેન્દ્રો, ડેરીઓ તથા દૃૂધ વહન કરતાં વાહનોની નિયમિત તપાસ થવી જરૂરી છે આ માટે ડિજિટલ ટ્રેિંકગ, તથા જે ભેળસ્ોળ કરે છે ત્ોમની સામે કડક કાર્યવાહી થવી જોઇએ.
સૌથી મોટી બાબત આ છે કે, પ્રજાન્ો પણ આ મામલે જાગ્ાૃત કરવી જોઇએ કે ત્ોઓ પોતાના સ્તરે દૃૂધ અથવા અન્ય ખાદ્ય પદૃાર્થોમાં થતી ભેળસ્ોળ પર તપાસ રાખે. જો આ બાબત પર કઠોર અંકુશ મૂકવામાં આવશે નહીં તો ખાદ્ય ખોરાકની બાબતમાં શુધ્ધતા પર પ્રજાનો વિશ્ર્વાસ ત્ાૂટી જશે અન્ો ત્ોની િંકમત સમાજે ચૂકવવી પડશે.
