ડીઝલ પર પ્રતિ લિટર ૮.૫ થી વધારીને ૧૫.૫૦ રૂપિયા અને છ્હ્લ પર ૭.૫૦ થી વધારીને ૧૪.૫ રૂપિયા કરાયો
અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સંઘર્ષના કારણે વૈશ્ર્વિક બજારમાં ક્રૂડ ઓઇલની િંકમતો સતત વધી રહી છે. આ વૈશ્ર્વિક કટોકટી વચ્ચે ભારત સરકારે દૃેશમાં ઇંધણની તંગી અને મોંઘવારી રોકવા માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે ડીઝલ અને જેટ ઇંધણના નિકાસ પરના વિન્ડફોલ ટેક્સમાં મોટો વધારો ઝીંકી દૃીધો છે. આ નવા દૃરો આજથી એટલે કે ગુરુવાર, ૧૬ જુલાઈથી જ અમલી બની ગયા છે.
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આદૃેશ અનુસાર, ડીઝલના નિકાસ પરનો વિન્ડફોલ ટેક્સ પ્રતિ લીટર ૮.૫ રૂપિયાથી સીધો વધારીને ૧૫.૫૦ રૂપિયા કરી દૃેવામાં આવ્યો છે. આ ઉપરાંત, વિમાનમાં વપરાતા એવિએશન ટર્બાઇન યુઅલ એટલે કે જેટ ઇંધણ પરનો ટેક્સ પણ પ્રતિ લીટર ૭.૫૦ રૂપિયાથી વધારીને ૧૪.૫ રૂપિયા કરવામાં આવ્યો છે. વૈશ્ર્વિક સ્તરે ક્રૂડ ઓઇલ મોંઘું થતાં સરકારે નિકાસને અંકુશમાં લેવા આ પગલું ભર્યું છે.
આર્થિક વિશ્લેષકોના મતે, સરકારના આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ દૃેશની અંદૃર પેટ્રોલ, ડીઝલ અને જેટ ઇંધણની િંકમતોને નિયંત્રણમાં રાખવાનો છે. જો સરકાર નિકાસ પરનો ટેક્સ ન વધારે, તો ભારતની ખાનગી રિફાઇિંનગ કંપનીઓ વધુ નફો કમાવવાની લાલચમાં સ્થાનિક બજારમાં સપ્લાય કરવાને બદૃલે વિદૃેશોમાં ઇંધણ મોકલવાનું વધારી દૃે. જો એવું થાય તો ભારતમાં ઓઇલની ભારે તંગી સર્જાય અને મોંઘવારી આસમાને પહોંચી શકે છે, જેને રોકવા સરકારે આ વ્યૂહનીતિ અપનાવી છે.
નિકાસ પર ટેક્સ વધવાને કારણે રિફાઇનરી કંપનીઓ માટે વિદૃેશમાં ડીઝલ વેચવું મોંઘું પડશે, જેથી તેઓ સ્થાનિક બજારમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવશે. દૃેશમાં ડીઝલનો પૂરતો સ્ટોક રહેવાથી માલસામાનની હેરફેરનો ખર્ચ (ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ) સ્થિર રાખવામાં મદૃદૃ મળશે. આના કારણે સામાન્ય જનતા પર જીવનજરૂરી ચીજવસ્તુઓની મોંઘવારીનો સીધો અને તાત્કાલિક બોજ નહીં પડે.
બીજી તરફ, જેટ ઇંધણ પર નિકાસ ટેક્સ વધારવાના કારણે દૃેશની સ્થાનિક એરલાઇન્સ કંપનીઓ માટે ઇંધણની અછત નહીં સર્જાય. જોકે, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલ મોંઘું થવાને કારણે વૈશ્ર્વિક બજારમાં જેટ ઇંધણની િંકમતો ઊંચી રહેશે. આ સ્થિતિને જોતાં આગામી દિૃવસોમાં એરલાઇન્સ કંપનીઓ ભાડામાં વધારો કરી શકે છે, જેનાથી સામાન્ય લોકો માટે હવાઈ સફરની ટિકિટો મોંઘી થવાની પૂરેપૂરી શક્યતા છે.
