અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ૮૦ હજાર દૃર્શકોનું હૂિંટગ

ફિફા પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનોએ તેમને ચૂપચાપ ત્યાંથી બાજુ પર ખસેડી દૃીધા

ટ્રમ્પે પોડિયમના કિનારે ખેલાડીઓ સાથે ઉભા રહીને જશ્ર્નમાં સામેલ થવાનો પ્રયત્ન કર્યો

ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ ૨૦૨૬ ની રોમાંચક ફાઇનલમાં સ્પેનની યુવા અને જોશથી ભરેલી ટીમે વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિનાને ૧-૦ થી હરાવીને બીજી વખત વિશ્ર્વ વિજેતા બનવાનો તાજ પોતાના નામે કરી લીધો છે. સ્પેનની આક્રમક રમત અને શાનદૃાર ડિફેન્સ આગળ પોતાના કરિયરનો છેલ્લો વર્લ્ડ કપ રમી રહેલા લિયોનેલ મેસી પાસે પણ કોઈ જવાબ નહોતો. મેચ પૂરી થતાં જ સ્પેનની ટીમે ટ્રોફી ઉઠાવીને જશ્ર્ન મનાવ્યો હતો. જ્યારે મેસીની આંખોમાં આખરી વર્લ્ડ કપ હારવાના આસુ છલકાઈ આવ્યા હતા. સ્પેન માટે આખી ટૂર્નામેન્ટમાં પોતાનો પહેલો પણ કરિયરનો સૌથી યાદૃગાર ગોલ ફેરાન ટોરેસે એક્સ્ટ્રા ટાઇમમાં કર્યો હતો, જે નિર્ણાયક સાબિત થયો હતો.
ફૂટબોલના આ મહાસંગ્રામ વચ્ચે મેજબાન દૃેશ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ વિવાદૃોના કારણે ચર્ચામાં રહૃાા હતા. મેચ શરૂ થવાના ૪૫ મિનિટ પહેલાં જ ટ્રમ્પ ‘મરીન વન હેલિકોપ્ટરથી સ્ટેડિયમ પહોંચ્યા હતા. મેચ દૃરમિયાન તેઓ ફિફાના પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનો, સ્પેનના રાજા ફિલિપ-૬, કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની અને મેક્સિકોના પ્રમુખ ક્લાઉડિયા શેઇનબૌમ સાથે વીઆઈપી ગ્લાસ બોક્સમાં બેઠા હતા.
પરંતુ, જ્યારે મેચ બાદૃ પ્રેઝન્ટેશન સેરેમની માટે ડોનાલ્ડ ટ્રમ્પ અને ફિફા પ્રેસિડેન્ટ જિયાની ઇન્ફેન્ટિનો મેદૃાન પર આવ્યા, ત્યારે સ્ટેડિયમમાં હાજર ૮૦ હજારથી વધુ ફેન્સે જોરદૃાર હૂિંટગ શરુ કરી દૃીધી હતી. વ્હાઇટ હાઉસના અહેવાલ મુજબ, ટ્રમ્પના પ્રવેશતાની સાથે જ સ્ટેડિયમનો અવાજ ૭૮ ડેસિબલથી વધીને ૮૪ ડેસિબલ સુધી પહોંચી ગયો હતો.
સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં પોતાની હાજરીથી લાઇમલાઇટ મેળવવા માટે જાણીતા ટ્રમ્પે સ્પેનની જીતની ખુશીમાં વગર બોલાવે સેલિબ્રેશનનો ભાગ બનવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે સ્પેનની ટીમને ટ્રોફી સોંપ્યા બાદૃ પોડિયમના કિનારે ખેલાડીઓ સાથે ઉભા રહીને જશ્ર્નમાં સામેલ થવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ફિફા પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનોએ તેમને ચૂપચાપ ત્યાંથી બાજુ પર ખસેડી દૃીધા હતા.
આ અગાઉ ક્લબ વર્લ્ડ કપમાં પણ ચેલ્સીની જીત વખતે ટ્રમ્પે આવો જ પ્રયાસ કર્યો હતો. નોંધનીય છે કે, પ્રમુખ બન્યા બાદૃ ટ્રમ્પ સુપર બોલ, યુએસ ઓપન અને એનબીએ ફાઇનલ્સ જેવી અનેક રમતગમતની મોટી સ્પર્ધાઓમાં હાજરી આપી ચૂક્યા છે, જ્યાં તેમને ફેન્સના આક્રોશ અને હૂિંટગનો સામનો કરવો પડ્યો છે.

રિલેટેડ ન્યૂઝ