હવે કેનેડામાં સુપર વિઝા એકમાત્ર વિકલ્પ
કેનેડા સરકારે ફેમિલી સ્પોન્સરશિપના પીજીપીમાં નવી અરજી લેવાનું બંધ કર્યું
કેનેડામાં સ્થાયી થયેલા ભારતીયો સહિત લાખો પરમેનન્ટ રેસિડન્ટ્સ (ઁઇ ધારકો) અને નાગરિકો માટે િંચતાજનક સમાચાર સામે આવ્યા છે. કેનેડા સરકારે ફેમિલી સ્પોન્સરશિપ હેઠળ ચાલતા લોકપ્રિય ‘પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડપેરેન્ટ્સ પ્રોગ્રામ (ઁય્ઁ) માં નવા અરજી ફોર્મ લેવાની પ્રક્રિયા પર હાલપૂરતી રોક લગાવી દૃીધી છે. ઇમિગ્રેશન વિભાગ (ૈંઇઝ્રઝ્ર) ના જણાવ્યા અનુસાર, હવે આગામી આદૃેશ સુધી નવા ‘ઇન્ટરેસ્ટ ટુ સ્પોન્સર (ૈંહીિીંજં ર્ં ર્જીહર્જિ) ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. કેનેડાના આ ફેમિલી રીયુનિફિકેશન પ્રોગ્રામમાં હંમેશા ઉપલબ્ધ બેઠકો કરતાં અરજીઓની સંખ્યા ઘણી વધારે રહેતી હોય છે. વર્ષ ૨૦૨૦માં જ્યારે છેલ્લીવાર નવા ફોર્મ મંગાવાયા હતા, ત્યારે સરકારને રેકોર્ડબ્રેક ૨,૦૩,૨૧૩ અરજીઓ મળી હતી. ત્યારથી અત્યાર સુધી દૃર વર્ષે તે જૂની અરજીઓમાંથી જ રેન્ડમલી (લોટરી સિસ્ટમ દ્વારા) ઉમેદૃવારોની પસંદૃગી કરવામાં આવતી હતી. હાલમાં પણ આ પ્રોગ્રામ હેઠળ ૫૦,૯૦૦ જેટલી અરજીઓ પ્રોસેિંસગ માટે પેન્ડિંગ છે. આ પેન્ડિંગ કામગીરી ઝડપથી ઉકેલવા અને દૃેશમાં ચાલી રહેલી હાઉિંસગ કટોકટી તેમજ જાહેર સુવિધાઓ પરનું દૃબાણ ઘટાડવા સરકારે નવી એન્ટ્રીઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે.સરકારે સ્પષ્ટ કર્યું છે કે જેમણે પહેલાથી જ પોતાની ફાઇલ સબમિટ કરી દૃીધી છે, તેમની પ્રક્રિયા રાબેતા મુજબ ચાલુ રહેશે. વર્ષ ૨૦૨૬ માં આ પ્રોગ્રામ હેઠળ ૧૫,૦૦૦ લોકોને કેનેડાના ઁઇ આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. કેનેડા સરકાર ઇમિગ્રન્ટ્સની સંખ્યા નિયંત્રિત કરવા માટે સતત કડક પગલાં લઈ રહી છે અને ઁય્ઁ પરનો આ પ્રતિબંધ પણ તે જ રણનીતિનો એક ભાગ માનવામાં આવી રહૃાો છે.
નવા નિયમો બાદૃ જેઓ પોતાના પરિવારને કેનેડા બોલાવવા માંગે છે, તેમને સરકારે ‘સુપર વિઝા (જીેીિ ફૈજટ્ઠ) નો વિકલ્પ પસંદૃ કરવા સલાહ આપી છે. સુપર વિઝાના નિયમો જો કે થોડા કડક છે.
આ વિઝા હેઠળ માતા-પિતા કે દૃાદૃા-દૃાદૃી એકસાથે સળંગ ૫ વર્ષ સુધી કેનેડામાં રહી શકે છે.
આ વિઝાની કુલ વેલિડિટી (માન્યતા) ૧૦ વર્ષ સુધીની હોય છે.
અરજદૃારે ફરજિયાતપણે હેલ્થ ઇન્સ્યોરન્સ (તબીબી વીમો) લેવો પડે છે.
કેનેડામાં રહેતા સ્પોન્સરે તમામ આર્થિક જવાબદૃારી ઉઠાવવાની રહેશે અને લઘુત્તમ આવક (મિનિમમ ઇનકમ) ની શરત પૂરી કરવી પડશે.
