સેકન્ડ ક્લાસ યાત્રી શબ્દ બંધારણ વિરોધી

રેલવે અંગે સુપ્રીમનો ઐતિહાસિક ચુકાદૃો

સુપ્રીમ કોર્ટે ભારતીય રેલવેમાં સુધારો અને મુસાફરોની સુરક્ષા અંગે મોટો નિર્ણય સંભળાવ્યો છે. જસ્ટિસ સંય કરોલ અને જસ્ટિસ એન.કોટિશ્ર્વર િંસહની બેંચે રેલવેના દૃસ્તાવેજોમાં લખાયેલ ’સેકન્ડ ક્લાસ મુસાફર’ શબ્દૃથી તીવ્ર વાંધો ઉઠાવ્યો છે.સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહૃાું કે, ભારતના ઈતિહાસમાં વર્ગ વિભાગને ધ્યાને રાખીને કોઈપણ વ્યક્તિનો ’સેકન્ડ ક્લાસ મુસાફર’ તરીકે ઉલ્લેખ કરવો તે બંધારણ વિરોધી છે, તેથી મુસાફરના બદૃલે રેલવે કોચ કે ડબ્બા માટે શ્રેણીનો ઉલ્લેખ કરવો વધુ યોગ્ય રહેશે. કોર્ટે આદૃેશ આપ્યો છે કે, મુસાફરોએ ચુકવેલ રકમના આધારે નહીં, પરંતુ ટ્રેનના કોચના આધારે કેટેગરી નક્કી કરવી જોઈએ, જેમાં તે વ્યક્તિ સફર કરવાનો છે. એટલે કે હવે કેટેગરીનો ઉલ્લેખ મુસાફરના બદૃલે માત્ર કોચના સંદૃર્ભમાં જ કરવો જોઈએ.

રિલેટેડ ન્યૂઝ