ખાંભા તાલુકાના નાની ધારી ગામે થયેલ હત્યાના ગુનામાં આરોપીઓને પકડી પાડતી અમરેલી પોલીસ

ખાંભા તાલુકાના નાની ધારી ગામે રહેતા જયરાજભાઇ ઉર્ફે લાલાભાઇ ગોદડભાઇ ધાખડા ગત તા.15 નાં રોજ પોતાની મોટર સાયકલ પાછળ શકિતરાજભાઇ અમરૂભાઇ વાળાને બેસાડીને નાની ધારી ગામ તરફ જતા હોય, તે દરમિયાન જાફરાબાદ તાલુકાના કંથારીયા ગામે રહેતા આરોપી મયુરભાઇ વલકુભાઇ વરૂ તથા અજાણ્યા ત્રણ ઇસમો લઇને આવી અને અંગત મનદુ:ખ રાખી જયરાજભાઇની મોટર સાયકલ સાથે ફોર વ્હીલ અથડાવી અન મોટર સાયકલ ઉપર સવારને બન્નેને પછાડી દઇ, ફોર વ્હીલ કારમાંથી આરોપી મયુરભાઇ તથા અજાણ્યા માણસો નીચે ઉતરી જયરાજભાઇને તલવાર, કુહાડી, લોખંડના પાઇવ વડે માર મારી, ગંભીર ઇજાઓ કરી, આ જયરાજભાઇનું મોત નિપજાવી ગુનો કરેલ હોય, જે અંગે ગૌતમભાઇ ધીરૂભાઇ વાળાએ પોલીસમાં જાહેર કરતા આરોપીઓ મયુરભાઇ વલકુભાઇ વરૂ તથા અજાણ્યા ત્રણ ઇસમો વિરૂધ્ધમાં ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય હતી.
અમરેલી એલ.સી.બી.પોલીસ ઇન્સ.સી.પી.વાઘેલા તથા એલ.સી.બી. ટીમ દ્રારા ખાંભા તાલુકાના નાની ધારી ગામે ખુનના ગંભીર ગુનો કરી ફરાર થયેલ આરોપીઓને બાતમી આધારે જાફરાબાદ તાલુકાના કંથારીયા ગામે રહેતા આરોપી મયુરભાઇ વલકુભાઇ વરૂ, ધારી તાલુકાના ડુંગરી ઇંગોરાળા ગામે રહેતા ચાપરાજભાઇ દિલુભાઇ વાળા, જાફરાબાદ તાલુકા ના બાલાની વાવ ગામે રહેતા સુરેશભાઇ મધુભાઇ વરુ તથા રાજુલા તાલુકાના ચોત્રા ગામે રહેતા ઉમેશભાઇ કથુભાઇ વરૂ સહિત ચાર આરોપીઓને પકડી પાડી, આગળની કાર્યવાહી થવા ખાંભા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ