ગઢડામાં ભરણપોષણના કેસમાં સજા વોરંટનો નાસતોફરતો આરોપી ઝડપાયો


ભરણપોષણ કેસમાં 180 અને 240 દિવસની સજાના વોરંટમાં વોન્ટેડ હતો

ગઢડા પોલીસે ભરણપોષણના કેસમાં સજા વોરંટના આધારે છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીને 180 અને 240 દિવસની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી.
ભાવનગર રેન્જ આઈ.જી. રાજેન્દ્ર વી. અસારી અને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માએ કોર્ટમાં સમયસર હાજર ન રહેતા આરોપીઓને શોધી કાઢવા તેમજ સજા વોરંટની ઝડપી બજવણી કરવા સખ્ત સૂચનાઓ આપી હતી. આ સૂચનાઓના પાલન અર્થે આ કાર્યવાહી કરવામાં આવી હતી.નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલના માર્ગદર્શન હેઠળ ગઢડા પોલીસ સ્ટેશનના ઙઈં કે.એન. ચોપરા અને ઙજઈં જે.આર. હેરમાં અને પોલીસ સ્ટાફના અશોકભાઇ રામજીભાઇ બાવળીયા, મહેન્દ્રભાઇ ખાચર,સુનિલભાઈ સોઢાતર દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. પોલીસ સ્ટાફમાં અશોકભાઈ રામજીભાઈ બાવળીયા, મહેન્દ્રભાઈ ખાચર અને સુનિલભાઈ સોઢાતરનો સમાવેશ થાય છે. આરોપી વિજયભાઈ ધનજીભાઈ ચાવડા, રહે. પડવદર ગામ, તા. ગઢડા, જિ. બોટાદ, ભુજ-કચ્છની પ્રિન્સિપાલ જજ, ફેમિલી કોર્ટના ફોજદારી પરચુરણ અરજી કેસ નં. 54/2024 અને 278/2025 માં વોન્ટેડ હતો.કેસ નં. 54/2024 માં, અરજદારના ભરણપોષણ માટે દર મહિને રૂા.6,000 લેખે કુલ 12 માસની રૂા.72,000 ની રકમ ચૂકવવામાં નિષ્ફળ રહેવા બદલ આરોપીને 04/02/2026 ના રોજ 180 દિવસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવવામાં આવ્યો હતો.તેવી જ રીતે, કેસ નં. 278/2025 માં, અરજદારના ભરણપોષણ માટે દર મહિને રૂા.6,000 લેખે કુલ 16 માસની રૂા.97,000 ની રકમ ન ચૂકવવા બદલ 04/02/2026 ના રોજ 240 દિવસની સાદી કેદની સજાનો હુકમ પણ ફરમાવવામાં આવ્યો હતો.આરોપી પોતાની ધરપકડ ટાળવા છેલ્લા ઘણા સમયથી ભાગતો ફરતો હતો. ચોક્કસ બાતમીના આધારે, ગઢડા પોલીસે 19/07/2026 ના રોજ વિજયભાઈ ચાવડાને ઝડપી પાડ્યો હતો. તેને પાલારા ખાસ જેલ, ભુજ-કચ્છ ખાતે મોકલી આપવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે…

રિલેટેડ ન્યૂઝ