ગાંજો, એમડી, બ્રાઉન સુગર અને કફ શીરપનો જથ્થો કચ્છ ખાતે સ્વાહા કરાયો
શહેરમાં નોંધાયેલા નાર્કોટિક્સના કુલ 32 જેટલા ગુનાઓ અંતર્ગત ઝડપાયેલા ગેરકાયદેસર માદક પદાર્થોના જથ્થાને કાયદાકીય જોગવાઈઓ હેઠળ નષ્ટ કરવાની પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવ્યો છે. શહેર પોલીસ દ્વારા જપ્ત કરાયેલા આ તમામ નશીલા દ્રવ્યોની કુલ કિંમત રૂૂ. 2,04,11,646 જેટલી થવા જાય છે. આ કાર્યવાહીમાં જુદા જુદા ઓપરેશન અને દરોડા દરમિયાન પકડાયેલા રાસાયણિક તેમજ કુદરતી ડ્રગ્સનો સમાવેશ થાય છે. સમગ્ર આંકડાકીય વિશ્ર્લેષણ પર નજર કરીએ તો, કફ સીરપ સિવાયના તમામ ઘન માદક પદાર્થોનું કુલ વજન 283.83429 કિલોગ્રામ થાય છે. જ્યારે પ્રવાહી સ્વરૂૂપમાં રહેલી કફ સીરપનો જથ્થો 1326.2 લીટર (13,262 નંગ બોટલ) છે. આ તમામ નશીલા પદાર્થોની કુલ કિંમત રૂૂ. 2,04,11,646 થાય છે. આ આખી સામગ્રીને કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂૂપે સંપૂર્ણપણે નષ્ટ કરવા માટે ઉચ્ચ સ્તરીય મંજૂરી મેળવવામાં આવી છે. પકડાયેલા ચરસ, હેરોઈન અને ગાંજા જેવા નશીલા પદાર્થોને કમિટીની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ભઠ્ઠીમાં બાળીને અથવા પર્યાવરણના નિયમો જાળવીને વૈજ્ઞાનિક પદ્ધતિથી નષ્ટ કરવામાં આવે છે.
