રાજકોટ સહિત રાજયમાં લાગુ થશે રોડ ડેવલપમેન્ટની સરખી આધુનિક ડિઝાઇન

પગપાળા, સાઇકલ ટ્રેક, વાહન વ્યવહાર, બાળકો, વૃઘ્ધ, દિવ્યાંગોને પુરતી જગ્યા મળશે

ગુજરાતના શહેરી વિકાસ વિભાગે અમદાવાદ સહિતના તમામ શહેરી વિસ્તારો માટે રોડ ક્ધસ્ટ્રક્શન, સ્ટ્રીટ ડિઝાઇન, જંક્શન ડિઝાઇન અને સિગ્નેજ માટે માર્ગદર્શિકા જારી કરી છે. આ માર્ગદર્શિકાનો ઉદ્દેશ શહેરી શેરીઓને વધુ સુરક્ષીત ઇન્ફ્રાસ્ટ્રકચર મળે તેવો છે. આ માર્ગદર્શિકા મુજબ શહેરી રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આયોજન, ડિઝાઇન, નિર્માણ, જાળવણી અને વ્યવસ્થાપન થશે. વાહન- કેન્દ્રિત આયોજનથી દૂર જઈને તે “કમ્પ્લીટ સ્ટ્રીટ્સ” અભિગમ અપનાવે છે, જેમાં પગપાળા, સાઇકલિસ્ટ્સ, પબ્લિક ટ્રાન્સપોર્ટ, પાર્કિંગ અને શહેરી લીલાછમ વિસ્તારને સમાન પ્રાથમિકતાઆપવામાં આવી છે. માર્ગદર્શિકા અનુસાર 9 મીટરથી 36 મીટર સુધીની રાઇટ-ઓફ-વે પહોળાઈવાળા રસ્તાઓ માટે લોકો- કેન્દ્રિત સ્ટ્રીટ ક્રોસ-સેક્શન્સનું નિર્ધારણ કરે છે. આમાં પગપાળા, સાઇકલવાળાઓ, પબ્લિક ટ્રાન્સપોર્ટ વપરાશકારો, વૃદ્ધો, બાળકો અને વિકલાંગ વ્યક્તિઓ માટે વ્યવસ્થિત જગ્યા આપવામાં આવી છે. રાજ્ય સરકાર અમલીકરણને પ્રોત્સાહન આપવા માટે “કમ્પ્લીટ સ્ટ્રીટ્સ ચેલેન્જ ફંડ” સ્થાપિત કરશે, જે મોટા શહેરોમાં પાયલોટ પ્રોજેક્ટ્સ માટે ભંડોળ પૂરું પાડશે. આ નીતિ તમામ અર્બન લોકલ બોડીઝ (યુએલબી) માટે ફરજિયાત હશે, જેથી ગુજરાતમાં એકસમાન તકનીકી અને વહીવટી ધોરણો સુનિશ્ર્ચિત થાય. નીતિમાં યુટિલિટીઝ, લેન્ડસ્કેપિંગ, સ્ટ્રીટ ફર્નિચર અને વ્યવસ્થિત પાર્કિંગ માટે પણ જગ્યા આપવામાં આવી છે.
પાર્કિંગને પણ મહત્ત્વ
રસ્તા આયોજનમાં પાર્કિંગને અનિવાર્ય ભાગ બનાવવામાં આવ્યો છે. ક્ધસ્ટ્રક્શન પ્લાનમાં ઓન-સ્ટ્રીટ પાર્કિંગ અને નો-પાર્કિંગ ઝોન સ્પષ્ટપણે દર્શાવવા, ઓછામાં ઓછી 2.25 મીટર પહોળી પાર્કિંગ લેન, ઊંચા કર્બ, કલર-કોડેડ સિગ્નેજ અને પાર્કિંગ ચાર્જીસનું પ્રમુખ પ્રદર્શન કરવું જરૂૂરી રહેશે.
લીલા શહેરો તરફ પગલું
નવા રસ્તાઓ પર 18 મીટરથી વધુ પહોળાઈવાળા રસ્તાઓની બંને બાજુએ પ્રદુષણ ઘટાડતા વૃક્ષો, 24 મીટરથી વધુ પહોળા રસ્તાઓની મધ્યમાં વધારાનું વૃક્ષારોપણ કરવાની ભલામણ કરવામાં આવી છે. પેનલ અનુસાર, સારી વૃક્ષ છાયા તાપમાનમાં 2ઓસે.થી 15ઓસે. સુધીનો ઘટાડો લાવી શકે છે.

રિલેટેડ ન્યૂઝ