ઇમ્પોર્ટ-એકસપોર્ટના વેપારીને અજાણ્યા શખ્સો બળજબરીથી કારમાં બેસાડી ફરાર: પોલીસ તપાસનો ધમધમાટ
ભરચક ગણાતા BSNL કચેરી સામેના વિસ્તારમાંથી ખરો બપોરે એક વેપારીનું દિનદહાડે અપહરણ થતાં સમગ્ર ઔદ્યોગિક સંકુલમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પોળા દિવસે બનેલી આ સનસનાટીભરી ઘટનાથી સ્થાનિક વેપારી આલમમાં ભય અને ફફડાટનો માહોલ સર્જાયો છે, તેમજ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. મળતી માહિતી મુજબ, ગાંધીધામમાં ઈમ્પોર્ટ-એક્સપોર્ટનું કામકાજ ધરાવતા અને કચેરી ધરાવતા એક વેપારીને અજાણ્યા શખ્સો સ્વિફ્ટ ડિઝાયર કારમાં બળજબ્રીપૂર્વક બેસાડી ઉઠાવી ગયા હોવાના અહેવાલો વહેતા થયા હતા. આ ઘટનાની જાણ થતાં જ સંકુલના વેપારી વર્ગમાં ભયનું મોજું ફરી વળ્યું છે. ઈમ્પોર્ટ- એક્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા આ વેપારીનું કયા અંગત કે નાણાકીય કારેણોસર અથવા તો કેવા ઇરાદાથી અપહરણ કરવામાં આવ્યું છે, તે અંગે હાલ તુરંત કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.
