નિયમ વિરૂઘ્ધ છુટા કરેલા VCEની પુન: સ્થાપના, લઘુતમ વેતનની માંગ
ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત VCE મંડળના પ્રમુખ હિતેશભાઈ ઝાલાવાડિયાની આગેવાની હેઠળ VCE પ્રતિનિધિમંડળે ગાંધીનગર સ્થિત કર્મયોગી ભવન ખાતે મેમ્બર સેક્રેટરી અને વિકાસ કમિશનરને રૂબરૂ મળી ટશહહફલય ઈજ્ઞળાીયિિં ઊક્ષિિંયાયિક્ષયીિ (VCE) ભાઈઓના વિવિધ પ્રશ્નોને લઈ આવેદનપત્ર પાઠવ્યું હતું. પ્રતિનિધિમંડળે રાજ્યભરના ટઈઊ કર્મયોગીઓની રોજગારી, આવક અને કાર્યસુરક્ષા સંબંધિત પ્રશ્નોના તાત્કાલિક અને કાયમી ઉકેલની માંગણી કરી હતી.
આવેદનપત્રમાં જણાવાયું હતું કે ગુજરાત રાજ્યની 14,000થી વધુ ગ્રામ પંચાયતોમાં છેલ્લા આશરે 18 વર્ષથી VCE દ્વારા સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને ડિજિટલ સેવાઓનો લાભ ગામડાના અંતિમ નાગરિક સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવી રહ્યું છે. તેમ છતાં હાલ અનેક સમસ્યાઓને કારણે ટઈઊ આર્થિક, વહીવટી અને માનસિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
મંડળે રજૂઆતમાં જણાવ્યું હતું કે સુગમ પોર્ટલ પર આશરે 20 જેટલી સેવાઓ સીધી ઉપલબ્ધ કરાતા ટઈઊ મારફતે થતી સેવાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેના પરિણામે કમિશન આધારિત આવકમાં ભારે ઘટાડો નોંધાયો છે અને ટઈઊની રોજગારી પર પ્રતિકૂળ અસર પડી છે. આથી અગાઉની જેમ સંબંધિત તમામ સેવાઓ ટઈઊ ઈંઉ મારફતે ઉપલબ્ધ કરાવવા માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં વધુમાં જણાવાયું હતું કે વિકાસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રો હોવા છતાં કેટલાક જિલ્લાઓમાં યોગ્ય પ્રક્રિયા વિના ટઈઊને છૂટા કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેથી તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને પરિપત્રોનો કડક અમલ કરાવવા અને નિયમવિરુદ્ધ કાર્યવાહી અટકાવવા સૂચના આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
મંડળે ગાંધીનગર, નર્મદા, પોરબંદર, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં નિયમો અને પરિપત્રોની અવગણના કરીને છૂટા કરાયેલા અથવા બળજબરીપૂર્વક રાજીનામા અપાવવામાં આવેલા ટઈઊને તાત્કાલિક પુન:સ્થાપિત કરવાની માંગ પણ ઉઠાવી હતી. સાથે જ તેમની જગ્યાએ ગેરરીતિપૂર્વક નિમણૂક કરાયેલા વ્યક્તિઓ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી હતી.
ટઈઊની આવક સંપૂર્ણપણે કમિશન પર આધારિત હોવા છતાં કમિશનની ચૂકવણી નિયમિત સમયસર થતી નથી, જેના કારણે તેમના પરિવારોને ગંભીર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેથી દર મહિને તારીખ 1 થી 5 દરમિયાન કમિશનની ચૂકવણી થાય તેવી કાયમી વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી હતી.
મંડળે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 18 વર્ષથી વધુ સમયથી ડિજિટલ ગુજરાતના સ્વપ્નને સાકાર કરવામાં ટઈઊ કર્મયોગીઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે, છતાં હાલમાં મળતું રૂ. 1,500થી 2,000 જેટલું અનિયમિત ઇન્સેન્ટિવ પરિવારના નિર્વાહ માટે પૂરતું નથી. આથી રાજ્યના તમામ ટઈઊ કર્મયોગીઓને માનદ વેતન અથવા લઘુતમ વેતન યોજના હેઠળ આવરી લેવા સરકારને અપીલ કરવામાં આવી હતી. અંતમાં હિતેશભાઈ ઝાલાવાડિયાએ જણાવ્યું હતું કે ટઈઊ ડિજિટલ ગુજરાતના પાયાના કર્મયોગી તરીકે વર્ષોથી નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યા છે. તેમની રોજગારી, આજીવિકા અને કાર્યસુરક્ષાનું રક્ષણ થાય તેમજ તમામ પ્રશ્નોનું હકારાત્મક અને કાયમી નિરાકરણ આવે તે માટે સરકાર દ્વારા સહાનુભૂતિ પૂર્વક વિચારણા કરી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
