રાણપુર તાલુકામાં પીજીવીસીએલની ટીમ ત્રાટકી : 34 લાખનો દંડ ફટકાર્યો

પીજીવીસીએલની ટીમના વ્યાપક દરોડાથી વીજચોરોમાં ફફડાટ ફેલાયો

રાણપુર શહેર અને તાલુકામાં પીજીવીસીએલની ટીમે દરોડો પાડી 54 વીજચોરોને 34 લાખનો દંડ ફટકારતા ચકચાર મચી છે. વીજતંત્રના વ્યાપક દરોડાથી વીજચોરોમાં ફફડાટ ફેલાયો છે. બોટાદ જિલ્લાના રાણપુર શહેર અને રાણપુર તાલુકામાં ઙૠટઈકની વિવિધ ટીમો દ્વારા વીજચોરો ઉપર વ્યાપક દરોડા પાડવામાં આવતા વીજચોરોમાં ફફડાટ ફેલાયો છે.અમરેલી,સાવરકુંડલા, ધાંગધ્રા, ગઢડા, સુરેન્દ્રનગર, બોટાદ ,જાફરાબાદ, ઉના અને રાણપુરની ટીમોએ સંયુક્ત રીતે રાણપુર શહેર અને રાણપુર તાલુકામાં વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. રાણપુર શહેર તેમજ રાણપુર તાલુકાના ઉમરાળા, રાજપરા, નાનીવાવડી,ખસ સહીતના ગામોમાં વીજચોરો ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં 220 જેટલા વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા જે ચેકિંગ દરમિયાન 54 વીજ કનેક્શનમાં વીજચોરી ઝડપાઈ હતી અને આ 54 વીજચોરો ને 34 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઙૠટઈકની ચેકિંગની ટીમના ધાડેધાડા રાણપુર તાલુકામાં ઉતરતા વીજચોરોમાં દોડધામ મચી ગઈ હતી જ્યારે આ બાબતે બોટાદ જિલ્લા ઙૠટઈક ના અધિક્ષક ઇજનેર કે.ડી.નીનામા તેમજ રાણપુર ઙૠટઈક કચેરીના ડેપ્યુટી ઇજનેર રત્ના ચૌધરીએ જણાવ્યું હતું કે રાણપુર તાલુકામાં વીજ ગ્રાહકો જે રીતે વીજચોરી કરીને દેશને આર્થિક રીતે નુકસાન પહોંચાડી રહ્યા છે તેવા વીજચોરો ને સ્પષ્ટ સૂચના છે વીજચોરી બંધ કરી દે આગામી દિવસોમાં પણ ઙૠટઈક અનેક ટીમો રાણપુર અને તાલુકામાં વીજ ચેકિંગ ગમે ત્યારે કરી શકે છે જે કોઈ લોકો વીજચોરીમાં પકડાશે તેઓને દંડ ફડકારવામાં આવશે કોઈને છોડવામાં નહીં આવે.

રિલેટેડ ન્યૂઝ