ગુજરાતમાં આકાશી આફત : જનજીવન ઠપ્પ
દૃક્ષિણ ગુજરાતમાં બારે મેઘખાંગા: દૃક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિૃવસથી અતિ ભારે વરસાદૃ પડી રહૃાો છે. દૃરેક જિલ્લામાં આ વરસાદૃના લીધે સ્થિતિ કફોડી બની છે માર્ગો, મકાનો, દૃુકાનો, ખેતરોની ચાલવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું ઉપરોકત તસવીરો આ બાબત્ો ઘણું બધું કહી જાય છે, વાંસદૃાનો માર્ગ પાણીમાં ડુબી ગયેલો નજરે પડે છે. વાપીના અનેક વિસ્તારોમાં, ફલેટોમાં પાણી ફરીવળતા પાર્ક કરેલી અનેક કાર પાણીમાં ગરકાવ થયેલી જોવા મળે છે જ્યારે વલસાડમાં તો ખૂબ જ કફોડી સ્થિતિ પ્રકાશમાં આવી છે, મકાનોમાં પાણી ભરાઇ ગયા છે, માર્ગો બંધ થયા છે વાહનો પણ પાણીમાં ગરકાવ થઇ ગયા છે.
સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ કહેર વરસાવ્યો છે જેમાં સુરત, નવસારી, વલસાડ, ભરૂચ અન્ો અંકલેશ્ર્વર સહિતના વિસ્તારોમાં અવિરત વરસાદૃથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અન્ોક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, નદૃી-નાળાઓ છલકાયા છે અન્ો જનજીવન ગંભીર રીત્ો પ્રભાવિત બન્યું છે. પરિસ્થિતિન્ો પગલે કેન્દ્ર અન્ો રાજ્ય સરકાર પણ સંપ્ાૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ છે.
રાજ્યમાં આજે રાત્રે ૮ વાગ્યા સુધીમાં ૨૦૭ તાલુકાઓમાં મુશળધાર વરસાદૃ વરસ્યો હતો જેમાં નવસારી જિલ્લાના ચીખલી અને ખેરગામમાં ૧૭ ૧૭ ઇંચ વરસાદૃથી અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા. અમદૃાવાદૃમાં, ધોળકામાં ૧૭ ઈંચ, વાંસદૃામાં ૧૩ ઈચ, ગણદૃેવીમાં ૧૨.૬૮ ઈંચ વરસાદૃ વરસ્યો હતો. સુરતના ઉંમરપાડામાં તો આભ ફાટી હોય તેમ ૧૬ ઇંચ ઇંચ વરસાદૃથી જનજીવન ખોરવાયું હતું તેમજ વલસાડમાં પણ આજે મેઘરાજાએ તોફાની બેિંટગ કરતા ઉમરગામમાં ૧૪.૩૭ ઇંચ, પારડીમાં ૧૧.૫૦ ઇંચ, નાના પૌદ્ધ ૧૦.૫૯ ઇંચ, વલસાડ માં ૧૦.૩૫ ઇંચ, ધરમપુર માં ૯.૪૬ ઇંચ અને કપરાડા તાલુકામાં ૮.૭૪ ઈંચ વરસાદૃ વરસ્યો હતો. માંડલમાં ૧૦ ઈંચ, વિરમગામમાં ધોધમાર ૮.૭૦ ઇંચ વરસાદૃથી સર્વત્ર પાણી પાણી થઈ ગયા હતા
ડાંગના વધુમાં ૧૩ ઇંચ ખેડાના મહેમદૃાવાદૃમાં પણ ૧૩ ઈંચ વરસાદૃથી નીચાણવળા વિસ્તારો પેટમાં ફેરવાયા હતા અનેક સોસાયટીઓ અને દૃુકાનોમાં વરસાદૃી પાણી ઘૂસી જતા માલ-સામાનને પણ મોટું નુકસાન થયું હતું. માતરમા ૧૦ ખેડામાં ૯.૨૫ ઇંચ અને વસોમાં ૮.૩૯ ઇંચ વરસાદૃ ખાબક્યો હતો ભરૂચના નેત્રંગમાં ૧૧ ઇંચ અને તાપીના ડોલવણમાં ૧૦ ઇંચ વરસાદૃ વરસ્યો હતો.
નવસારી વલસાડ અને સુરત જિલ્લામાં ભારે વરસાદૃના કારણે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. ઠેર ઠેર તારાજીના દ્રશ્યો જોવા મળી રહૃાા છે. પલસાણા નજીક મુંબઈ-સુરત હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.
પલસાણા, બલેશ્ર્વર, કડોદૃરા, વેસુ, ફૈંઁ રોડ અને અલથાણ શ્યામ મંદિૃર રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા અનેક વાહનો રસ્તા પર જ બંધ પડી ગયા હતા. વેસુ સ્થિત સુમન ભાર્ગવ આવાસમાં પાણી ઘૂસી જતાં રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહૃાો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત શહેરની શાળા અને કોલેજોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. ઉપરાંત બહુચરાજીમાં ૮.૧૧ ઇંચ વાપીમાં આઠ ઇંચ તારાપુરમાં ૭.૭૬ ઈંચ, દૃસકોઈમાં ૭.૬૦ ઇંચ, સોજીત્રામાં ૭.૪૮ ઇંચ અંબિકામાં ૭.૪૪ ઇંચ બાવળામાં અને ડાંગમાં સાત સાત ઇંચ સુબ્બીર અને નડિયાદૃમાં ૬.૫ ઈંચ વરસાદૃ નોંધાયો હતો.
સુરતમાં ખાડીઓના જળસ્તરમાં વધારો
સુરતમાં ખાડીઓના જળસ્તરમાં પણ સતત વધારો થઈ રહૃાો છે. ભેદૃવાડ ખાડી ૭.૭૦ મીટર અને સીમાડા ખાડી ૪.૫૫ મીટરની સપાટીથી ઉપર વહી રહી છે, જેના કારણે વધુ વિસ્તારોમાં પાણી ભરાવાનો ખતરો વધ્યો છે. વેસુ, વીઆઈપી રોડ સહિતના પોશ વિસ્તારોમાં પણ વહેલી સવારથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
નવસારી અને વલસાડ જિલ્લામાં મેઘતાંડવ યથાવત છે, જ્યારે ભરૂચ અને અંકલેશ્ર્વરના અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. અંકલેશ્ર્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર પર અસર પડી છે.વલસાડ તાલુકામાં ભારે વરસાદૃને કારણે ઔરંગા નદૃીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. બરૂડિયા વાડ નજીક પાણી ભરાતા ૧૦૦થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
ઠેર-ઠેર તારાજીના શ્યો : નદૃીઓ બ્ો કાંઠે
ઉમરગામમાં ૪૮ કલાકમાં ૪૩ ઈંચ વરસાદૃ
રાજ્યમાં મેઘરાજાએ રૌદ્રસ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે દૃક્ષિણ ગુજરાતના અન્ોક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીન્ો વલસાડ જિલ્લાના ઉમરગામમાં માત્ર ૪૮ કલાકની અંદૃર રેકોર્ડબ્રેક ૪૩ ઈંચ વરસાદૃ નોંધાયો છે, જેના લીધે જનજીવન સંપ્ાૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદૃ અન્ો નદૃીઓની જળસપાટી ખતરાના નિશાનથી ઉપર જતાં રાજ્યભરમાં તંત્રન્ો હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.પૂરની આ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુરત, વલસાડ અને નવસારી જિલ્લાઓમાં એનડીઆરએફ અને એસડીઆરએફની વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે. સુરતમાં ૧,૫૦૦ લોકો સહિત કુલ મળીને હજારો નાગરિકોનું સુરક્ષિત સ્થળે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
