પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનમાં ગુનામાં સામેલ ફરાર આરોપી ઝડપાયા

ખંડણી તથા ધાક ધમકીના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડતી ગીર સોમનાથ પોલીસ

ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ પ્ર.પાટણ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર વી.બી.પીઠીયા ની રાહબરી હેઠળ ગઇ તા.15/07/2026 ના રોજ પ્રભાસ પાટણ પો.સ્ટે.મા ભારતીય ન્યાય સંહીતા-2023 ની કલમ-308,(6),351(1),(2),54 મુજબના સુમૈયાબેન વા/ઓ સફીભાઈ સીદીભાઇ ગાજી, (પટણી), ઉ.વ.26, રહે.પ્રભાસ પાટણ, , મુજબના આરોપીબહેન અફરોજા ફરીયાદીના પતિ સફી સાથે પ્રેમસબંધ કેળવી તેને પ્રેમજાળમાં ફસાવી બળાત્કારની ફરીયાદો કરવાની ધમકીઓ આપી સ.ને.2021 પહેલા ફરીયાદીના પતિ સફી પાસેથી રૂ.1,00,000/- પડાવી લઇ તેમજ ફરીવાર સમાધાન પેટે રૂ.40,000/- પડાવી લઇ જઇ તેમજ ફરીવાર મોબાઇલના બહાને સમાધાન પેટે રૂ.10,000/- પડાવી લઇ જઇ અંદાજે રૂ.1,50,000/- જેટલી રકમ આરોપીઓ દ્વારા ખોટી ફરીયાદો કરવાની અને જેલમાં પુરાવી દેવાની ધમકીઓ આપી સમાધાન કરી ફરીયાદી પક્ષ પાસેથી રોકડ રકમ બળજબરીથી કઢાવી લઇ જઇ ત્રણેય આરોપીઓ એકબીજાની મદદગારીથી ગુન્હો કરેલ હોય જે અનુસંધાને પ્ર.પાટણ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર વી.બી.પીઠીયા એ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ગુન્હાના કામે નાસતા-ફરતા આરોપીને પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે પ્ર.પાટણ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ એસ.ડી.વડારીયા ના માર્ગદર્શન મુજબ પ્રભાસ પાટણ સર્વલન્સ સ્કવોડ પો.હેડ.કોન્સ. મનોજગીરી દિલીપગીરી તથા પો.કોન્સ. સિધ્ધરાજસિંહ જયસિંહ ને મળેલ સંયુકત બાતમી હકીકત આધારે પ્રભાસ પાટણ ચારા માર્કટ પાસેથી અફ્રોજાબેન વા/ઓ.અબ્બાસભાઈ સુલેમાનભાઈ માંગરોલીયા રહે-પ્ર.પાટણ એજાજભાઈ આમદભાઈ કાલવાત રહે-પ્ર.પાટણ સાદીકભાઈ બાવનભાઈ કોટવાલ રહે-પ્ર.પાટણને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ