ભારતની સૌથી મોટી વાન ઉત્પાદક અને અગ્રણી ઓટોમોટિવ કંપની ફોર્સ મોટર્સ લિમિટેડે આજે પોતાની નેક્સ્ટ જનરેશન શેરડ મોબિલિટી પ્લેટફોર્મની નવી પ્રીમિયમ ઓફરિંગ અર્બાનિયા ડિલક્સ લોન્ચ કરી છે. સફળ અર્બાનિયા પ્લેટફોર્મને વધુ આગળ વધારતા, નવી અર્બાનિયા ડિલક્સને મુસાફરોના આરામને કેન્દ્રમાં રાખીને વિકસાવવામાં આવી છે. તેમાં વધુ ઉત્તમ પરફોર્મન્સ, પ્રીમિયમ ઇન્ટિરિયર અને આધુનિક ટેક્નોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે મુસાફરીનો અનુભવ વધુ આરામદાયક અને વૈભવી બનાવે છે.
આ લોન્ચ સાથે નવી અર્બાનિયા ડિલક્સ હાલની અર્બાનિયાનું સ્થાન લેશે અને પ્રીમિયમ શેરડ મોબિલિટી સેગમેન્ટમાં ફોર્સ મોટર્સની સ્ટાન્ડર્ડ ઓફરિંગ બનશે. નવી અર્બાનિયા ડિલક્સ સમગ્ર ભારતમાં ફોર્સ મોટર્સના ડીલર નેટવર્ક મારફતે ઉપલબ્ધ થશે. તે ત્રણ અલગ-અલગ વ્હીલબેઝ અને આઠ બેઠક ગોઠવણીઓમાં ઉપલબ્ધ રહેશે, જેમાં 9+ડી થી 16+ડી સુધીની બેઠક ક્ષમતાનો સમાવેશ થાય છે. તેની શરૂઆતની કિંમત રૂા.28.7 લાખ (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે.
નવી અર્બાનિયા ડિલક્સના લોન્ચ પ્રસંગે ફોર્સ મોટર્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રસન ફિરોદિયાએ જણાવ્યું હતું કે, “અર્બાનિયા દ્વારા અમે ભારતમાં પ્રીમિયમ શેરડ પેસેન્જર મોબિલિટીની નવી વ્યાખ્યા ઉભી કરી અને એક સંપૂર્ણ નવો સેગમેન્ટ વિકસાવ્યો, જેને ભારત ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે. તેની સફળતા દર્શાવે છે કે આરામ, સલામતી અને આધુનિક એન્જિનિયરિંગનું શ્રેષ્ઠ સંયોજન ઇચ્છતા ગ્રાહકોની માંગ સતત વધી રહી છે.”
