નેસ્લે ઇન્ડિયાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આજે નાણાકીય વર્ષ 2026-2027ના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામોને મંજૂરી આપી.
પરિણામો અંગે ટિપ્પણી કરતાં, નેસ્લે ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મનીષ તિવારીએ જણાવ્યું: અમે મજબૂત વોલ્યુમ વૃદ્ધિના આધારે વેચાણમાં 25.4%ની વૃદ્ધિ સાથે એક મજબૂત ત્રિમાસિક ગાળો નોંધાવ્યો છે. સતત અમારા બ્રાન્ડ્સ પ્રત્યે ગ્રાહકોના વિશ્વાસ અને અમલીકરણ પરના મજબૂત ધ્યાનના પરિણામે વેચાણ રૂા.6,363.3 કરોડ સુધી પહોંચ્યું. ચાલુ ભૌગોલિક-રાજકીય પડકારો છતાં, નિકાસમાં 35.6%ની વૃદ્ધિ નોંધાઈ.
ત્રિમાસિક ગાળા દરમિયાન, અમે ઓપરેશનલ ખર્ચમાં બચતના પ્રયાસોને વધુ વેગ આપ્યો અને અમારા બ્રાન્ડ્સમાં રોકાણ વધારવાનું સતત ચાલુ રાખ્યું. જાહેરાત ખર્ચમાં 40%થી વધુનો વધારો કરવામાં આવ્યો, જ્યારે ઊઇઈંઉઝઅ માર્જિન મજબૂત 24.2% રહ્યું. ત્રિમાસિક ગાળા માટે કર બાદનો નફો (ઙજ્ઞિરશિં અરયિિં ઝફડ્ઢ) રૂા.975.1 કરોડ રહ્યો, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની સરખામણીએ 47.9% વધુ છે.
તમામ ચાર પ્રોડક્ટ ગ્રૂપ્સે મજબૂત દ્વિઅંકીય વૃદ્ધિ નોંધાવી, જેને તમામ ચેનલ્સમાં નોંધાયેલી ઉચ્ચ દ્વિઅંકીય વૃદ્ધિનો આધાર મળ્યો.
ક્ધફેક્શનરી પ્રોડક્ટ ગ્રૂપે વોલ્યુમ આધારિત મજબૂત દ્વિઅંકીય વૃદ્ધિ સાથે વધુ એક સફળ ત્રિમાસિક ગાળો નોંધાવ્યો. આ વૃદ્ધિને પ્રીમિયમાઇઝેશન અને ઈ-કોમર્સ દ્વારા વધુ વેગ મળ્યો, જ્યારે મુખ્ય બ્રાન્ડ્સમાં મજબૂત ગ્રાહક વ્યવહારો નોંધાયા. ઊંઈંઝઊંઅઝએ બજારમાં પોતાનો હિસ્સો વધારવાનું સતત ચાલુ રાખ્યું.
