પર્યાવરણીય પડકારોના ઉકેલ માટે પ્લાસ્ટઇન્ડિયાએ નવી દિલ્હીમાં પ્રાદેશિક કાર્યાલય ખોલ્યું

ભારતીય પ્લાસ્ટિક ઉદ્યોગની ટોચની સંસ્થા પ્લાસ્ટઈન્ડિયા ફાઉન્ડેશને નવી દિલ્હીમાં પોતાના પ્રાદેશિક કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે. ઉદ્યોગ, સરકાર અને શૈક્ષણિક સંસ્થાઓની વચ્ચે સહયોગને મજબૂત કરવાની દિશામાં આ મહત્વપૂર્ણ પગલું છે. આ કાર્યાલય ભારતીય પ્લાસ્ટિક ઉદ્યોગ માટે નીતિ હિમાયત, નવીનતા, કૌશલ્ય વિકાસ અને ટકાઉ વિકાસ પહેલ માટે મુખ્ય કેન્દ્ર તરીકે સેવા આપશે.
પ્લાસ્ટઇન્ડિયા ફાઉન્ડેશનના અધ્યક્ષ શ્રી રવિશ કામથના નેતૃત્વ હેઠળ સ્થાપિત દિલ્હી કાર્યાલય, નીતિ હિમાયત, ઉદ્યોગ પ્રતિનિધિત્વ, હિતધારકો સાથે સંવાદ તથા સરકાર, શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગ સંગઠનો અને સંલગ્ન સંગઠનો સાથે વ્યૂહાત્મક સહયોગ માટે એક સમર્પિત પ્લેટફોર્મ તરીકે કામ કરશે. તે પ્લાસ્ટિક મૂલ્ય શૃંખલામાં નવીનતા, કૌશલ્ય વિકાસ, એમએસએમઇ સહયોગ, ઉદ્યોગ-એકેડેમિક ભાગીદારી અને ક્ષમતા નિર્માણને પ્રોત્સાહન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.
નવી દિલ્હીમાં પારંપરિક પૂજા-અર્ચના સાથે કાર્યાલયનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઉદ્ઘાટન પ્લાસ્ટઈન્ડિયા ફાઉન્ડેશનના ઉપાધ્યક્ષ ડો. રાજુ દેસાઈ અને માનદ કોષાધ્યક્ષ શ્રી ધર્મેન્દ્ર ગાંધીના નેતૃત્વમાં સંપન્ન થયું. આ સાથે જ, ફાઉન્ડેશનની જનસંપર્ક અને નીતિગત પહેલોના એક નવા અધ્યાયની શરૂઆત થઇ.

રિલેટેડ ન્યૂઝ