રાજ્યમાં ૫.૬૪ લાખ લોકો પ્રભાવિત
અસમમાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બની છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૧ લોકોના મોત થતા, કુલ મૃત્યુઆંક ૩૧ પર પહોંચ્યો છે. છજીડ્ઢસ્છ મુજબ, રાજ્યના ૧૬ જિલ્લાઓમાં ૫.૬૪ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. શિવસાગર સૌથી વધુ અસરગ્રસ્ત છે, જ્યાં ૧૩ મૃત્યુ અને ૩.૫૯ લાખ લોકો ફસાયા છે. ૮૭૨ ગામો પાણીમાં ગરકાવ થયા છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા સ્થળ પર સમીક્ષા કરશે. અસમમાં પૂરની સ્થિતિ દિૃન-પ્રતિદિૃન વધુ ગંભીર બની રહી છે. પાછલા ૨૪ કલાકમાં પૂરના કારણે વધુ ૨૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેના કારણે ચાલુ વર્ષ્ો પૂરથી મૃત્યુ પામનારાઓનો કુલ આંકડો ૩૧ પર પહોંચી ગયો છે. અસમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (છજીડ્ઢસ્છ) ના બુલેટિન મુજબ, રાજ્યના ૧૬ જિલ્લાઓમાં ૫.૬૪ લાખથી વધુ લોકો પૂરના પાણીમાં ઘેરાયેલા છે.
જમ્મુ-કશ્મીરમાં છેલ્લાં ત્રણ દિવસથી પડી રહેલાં ભારે વરસાદ અને પૂરનાં કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં કુલ 25 લોકોનાં મોત થયા છે, જેમાં માત્ર રાજૌરી અને પૂંચ જિલ્લામાં જ 21 લોકોએ જીવ ગુમાવ્યાં છે. પહાડી વિસ્તારોમાં સેંકડો ગામડાઓનો સંપર્ક વિહોણા થયા છે. હાઇવે પર પથ્થરો પડવાનાં કારણે જમ્મુ-શ્રીનગર અને જમ્મુ-પઠાણકોટ માર્ગો ભારે પ્રભાવિત થયા છે, જ્યારે રસ્તાઓ અને વીજ-પાણીનો પુરવઠો પુન:સ્થાપિત કરવા માટે રાહત કાર્યો ઝડપથી ચાલી રહ્યાં છે.
