પશ્ચિમ રેલવે દ્વારા એશિયાટિક સિંહો તેમજ અન્ય વન્યજીવોની સુરક્ષા માટે સતત અસરકારક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મંડળ પ્રશાસનના માર્ગદર્શન હેઠળ લોકો પાયલટો નિર્ધારિત ગતિમર્યાદાનું પાલન કરતાં અત્યંત સતર્કતાપૂર્વક ટ્રેનોનું સંચાલન કરી રહ્યા છે. લોકો પાયલટોની સજાગતા તેમજ વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકરો સાથેના સુમેળભર્યા સંકલનના પરિણામે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન કુલ 159, નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન 129 તથા વર્તમાન નાણાકીય વર્ષ 2026-27માં એપ્રિલ મહિનાથી અત્યાર સુધીમાં 32 સિંહોને સુરક્ષિત રીતે બચાવવામાં સફળતા મળી છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, લોકો પાયલટ ચંદન કુમાર (જૂનાગઢ) તથા સહાયક લોકો પાયલટ મોહમ્મદ શિબ્લી (જૂનાગઢ) તા. 23 જુલાઈના રોજ ટ્રેન નં. 52955 વેરાવળ-જૂનાગઢ પેસેન્જરનું સંચાલન કરી રહ્યા હતા. આ દરમિયાન સાસણ ગીર-કાંસિયાનેશ રેલખંડમાં કિ.મી. નં. 114/02-114/01 નજીક અચાનક એક સિંહ રેલવે ટ્રેક પર જોવા મળ્યો હતો. આવી પરિસ્થિતિની ગંભીરતા સમજી લોકો પાયલટે પોતાની તાત્કાલિક સૂઝબૂઝ અને સતર્કતાથી ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને સુરક્ષિત રીતે રોકી દીધી, જેના કારણે સિંહ સંભવિત અકસ્માતમાંથી બચી ગયો. ત્યારબાદ લોકો પાયલટે તરત જ ટ્રેન મેનેજર (ગાર્ડ)ને ઘટનાની જાણ કરતા વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર જે. જી. પરમાર ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને સિંહને સુરક્ષિત રીતે રેલવે ટ્રેક પરથી દૂર ખસેડ્યો હતો. પરિસ્થિતિ સામાન્ય બન્યા બાદ લોકો પાયલટને ટ્રેનને ફરીથી પ્રસ્થાન કરવાની મંજૂરી આપવામાં આવી અને ટ્રેનને સાવચેતીપૂર્વક તેના ગંતવ્ય તરફ રવાના કરવામાં આવી. આ ઘટનાની જાણ થતાં જ મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા, અપર મંડળ રેલ પ્રબંધક ઋત્વિક શર્મા સહિત મંડળના અન્ય અધિકારીઓએ લોકો પાયલટોની સતર્કતા, સંવેદનશીલતા અને કર્તવ્યનિષ્ઠાની પ્રશંસા કરી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
જૂનાગઢના બિલખા રોડ પર સિંહણે પશુનું મારણ કરી મિજબાની માણી
વીડિયો વાયરલ થતાં વન વિભાગ સતર્ક ગિરનાર જંગલમાં હાલમાં 54 જેટલા સિંહનો વસવાટ છે. આ સિંહો... -
મધ્ય પ્રદેશના પાંચ મહિલા ઉદ્યોગસાહસિકોનું નીતિ આયોગ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સન્માન
મહિલા સંચાલિત કિરાણા સ્ટોર્સની વધતી ભૂમિકા ગ્રામીણ મહિલા કિરાણા ઉદ્યોગસાહસિકોનું સન્માન કરાયું તાજેતરમાં નીતિ આયોગ ખાતે... -
અમરેલીના શખ્સને પાસા હેઠળ અટક કરી પાલરા જેલમાં ધકેલાયો
અમરેલી સીટી પોલિસ સ્ટેશનના પોલીસ ઇન્સ. એમ.એમ. ઝાલાએ અમરેલી જિલ્લામાં શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ અમરેલીના ચક્કરગઢ...
