ઉનાના દેલવાડા ગ્રામ પંચાયત અંગેના ચુકાદા બાદ પારિવારીક રાજનીતિને કાનુની વળાંક

જિલ્લા વિકાસ અધિકારીના દસ્તાવેજી હુકમ બાદ દેલવાડાનું રાજકારણ ચર્ચાના કેન્દ્રમાં: બે અલગ ફરિયાદો, જિલ્લા કક્ષાની તપાસ અને પંચાયત વહીવટની જવાબદારી અંગે મહત્વના પ્રશ્ર્નો ઉભા થયા

ઉના ના દેલવાડા ગ્રામ પંચાયતના સરપંચ સામે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવેલો હુકમ હવે માત્ર એક વહીવટી કાર્યવાહી પૂરતો રહ્યો નથી આહુકમે સ્થાનિક રાજકારણ,પંચાયતના વહીવટ, નાણાકીય જવાબદારી અને સત્તાધારી પક્ષની આંતરિક સ્થિતિ અંગે નવી ચર્ચા શરૂ કરી છે.ખાસ કરીને સમગ્ર કેસની કાર્યવાહી જોતા સ્પષ્ટ થાય છે કે આ પ્રકરણનો આધાર રાજકીય ભાષણો નહીં પરંતુ લેખિત ફરિયાદો, સરકારી તપાસ, દસ્તાવેજી પુરાવા અને કાયદાકીય પ્રક્રિયા પર રહ્યો છે.
જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર (ઈંઅજ) દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની કલમ – 57(1) હેઠળ આપવામાં આવેલા હુકમમાં હાલના સરપંચ પૂજાબેન વિજયભાઈ બાંભણીયાને પદ પરથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.સાથેજ પંચાયત ને થયેલા આર્થિક નુકસાન અંગે રૂ.8,05,333ની જવાબદારી હાલના સરપંચ પર અને રૂ.3,96,000ની જવાબદારી તત્કાલીન સરપંચ વિજયભાઈ લાખાભાઈ બાંભણીયા પર નિશ્ચિત કરવામાં આવી છે.આ સમગ્ર પ્રકરણનું સૌથી મહત્વનું પાસું એ છે કે ફરિયાદો કોઈ વિરોધ પક્ષના નેતાઓએ નહીં પરંતુ સત્તાધારી પક્ષસાથે સંકળાયેલા લોકો દ્વારા કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીના હુકમ મુજબ હિરેનભાઈ વીરાભાઈ બાંભણીયાની અરજીના મુદ્દા તથા રાહુલભાઈ લાખાભાઈ બાંભણીયાની અરજીના મુદ્દાઓને આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.ત્યારબાદ જિલ્લા કક્ષાએ અધિકારીઓની સંયુક્ત તપાસ સમિતિ રચાઈ અને બે તબક્કામાં દેલવાડા ખાતે રેકોર્ડ ચકાસણી,િ નવેદનો અને દસ્તાવેજોના આધારે વિગતવાર અહેવાલ તૈયાર કરવામાં આવ્યો.
રાજકીય રીતે જોવામાં આવે તો આ કેસની વિશેષતા એ પણછે કેફરિયાદ કરનારાઓઅનેકાર્યવાહીનોસામનો કરનારાઓ એક જ રાજકીય વર્તુળ સાથે જોડાયેલા છે. સ્થાનિક સ્તરે લાંબા સમયથી ચર્ચા ચાલતી હતી કે એક જ પરિવારના બે રાજકીય પ્રવાહો વચ્ચે મતભેદો વધી રહ્યા છે.જોકે જિલ્લા વિકાસ અધિકારીના હુકમમાં આવા રાજકીય મતભેદો અંગે કોઈ ટિપ્પણી કે નિષ્કર્ષ આપવામાં આવ્યો નથી. પરંતુ એટલું ચોક્કસ છે કે દસ્તાવેજી ફરિયાદોથી શરૂ થયેલી પ્રક્રિયા અંતે કાનૂની અને વહીવટી નિર્ણય સુધી પહોંચી છે.
આ કેસમાં ભાજપના તાલુકા પ્રમુખ તથા દેલવાડા ગ્રામ પંચાયતના સભ્ય તરીકે હિરેનભાઈ બાંભણીયાએ પણ મુદ્દાસર રજૂઆતો કરી હતી. તેમના દ્વારા રજૂ કરાયેલા મુદ્દાઓની પણ જિલ્લા કક્ષાની તપાસમાં ચકાસણી કરવામાં આવી હતી. બીજી તરફ મહિલા સરપંચ ના દેર અને તત્કાલીન સરપંચ વિજય બાંભણિયાના સગા નાના ભાઈ રાહુલભાઈ બાંભણીયાની રજૂઆતના મુદ્દાઓનું પણ અલગથી પરીક્ષણ કરવા માં આવ્યું હતું. એટલે આ સમગ્ર કાર્યવાહી માત્ર એક અરજીના આધારે નહીં પરંતુ બે અલગ રજૂઆતોના સંયુક્ત મૂલ્યાંકનના આધારે આગળ વધી હતી.
જિલ્લા કક્ષાની તપાસ દરમિયાન પંચાયતના રોજમેળ, વાઉચર, બિલો, બેંક વ્યવહારો, સ્વભંડોળના હિસાબ અને અન્ય દસ્તાવેજોની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. તપાસ અહેવાલમાં અનેક ખર્ચ માટે ગ્રામ પંચાયતના ઠરાવો ઉપલબ્ધ ન હોવાનું,કેટલાક ખર્ચ માટે આધારરૂપ દસ્તાવેજો નહોવાનુંઅનેનિયમસર પ્રક્રિયા વિના ખર્ચ થયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
તપાસનો સૌથી મહત્વપૂર્ણ ભાગપંચાયતનીજવાબદારી અંગેનો છે.અહેવાલમાં સ્પષ્ટ નોંધવામાં આવ્યું છે કે ગ્રામ પંચાયતની રોજિંદી વહીવટી કામગીરી તલાટીકમ મંત્રીની હોય છે, પરંતુ પંચાયત અધિનિયમ મુજબ તેની દેખરેખ, નાણાકીય વ્યવસ્થાપન અને ઠરાવોના અમલ ની અંતિમ જવાબદારી સરપંચની રહે છે. એટલે માત્ર રેકોર્ડ તૈયાર કરનાર કર્મચારી નહીં પરંતુચૂંટાયેલાસરપંચ પણ કાયદાકીય જવાબદારીમાંથી મુક્ત રહીશકતાનથી.
જોકે તપાસમાં તત્કાલીન તલાટી કમ-મંત્રી દ્વારા ગંભીર વહીવટી ભૂલો થયાનું પણ નોંધાયુંછે.પરંતુતેમના અવસાનને કારણે તેમની સામે વિભાગીય કાર્યવાહી શક્ય ન હોવાનું હુકમમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. તેમ છતાં તપાસ સમિતિએ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે કે વહીવટી અને નાણાકીય ગેરરીતિ માટે તત્કાલીન તલાટી અને સરપંચ બંનેની સંયુક્ત જવાબદારી બને છે.આ ચુકાદો પંચાયતી રાજ માટે પણ મહત્વનો સંદેશ આપે છે. ગ્રામ પંચાયતના સ્વભંડોળનો ઉપયોગ માત્ર વિકાસ કાર્યો માટે નહીં પરંતુ સંપૂર્ણ નાણાકીય પારદર્શિતા અને કાયદાકીય પ્રક્રિયા સાથે થવો જોઈએ.ઠરાવ વિના ખર્ચ, અધૂરા દસ્તાવેજો,મંજૂરી વિના ચુકવણીઓ અને નાણાકીય શિસ્તના ભંગને હવે માત્ર વહીવટી ખામી તરીકે નહીં પરંતુ જવાબદારીના પ્રશ્ન તરીકે જોવામાં આવી રહ્યું છે.
રાજકીય વિશ્લેષકોના મતે દેલવાડાનો આ કેસ સ્થાનિક રાજકારણમાં એક મહત્વનો ટર્નિંગ પોઇન્ટ બની શકે છે. કારણ કે અહીં પ્રથમ વખત એક જ પરિવારના સભ્યો વચ્ચેના મતભેદો સરકારી તપાસ અને જિલ્લા વિકાસ અધિકારીના હુકમ સુધી પહોંચ્યા છે. આથી સ્થાનિક સંગઠન, નેતૃત્વ અને ભવિષ્યના રાજકીય સમીકરણો અંગે નવી ચર્ચા શરૂ થઈ છે.જોકે, એ પણ નોંધવું જરૂરી છે કે કોઈપણ રાજકીય મતભેદ કે આંતરિક સંઘર્ષ અંગે જિલ્લા વિકાસ અધિકારીના હુકમમાં કોઈ નિષ્કર્ષ આપવામા ંઆવ્યોનથી.તેથીઆવા મુદ્દાઓને રાજકીય વિશ્લેષણના સંદર્ભમાં જ જોવાના રહે છે,તથ્ય તરીકે નહીં.આ સમગ્ર પ્રકરણ એક મોટો પાઠ પણ આપે છે.આજના સમયમાં સ્થાનિક સ્વરાજ ની સંસ્થાઓમાં માત્ર રાજકીય પ્રભાવ પૂરતો નથી. ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે દસ્તાવેજી પારદર્શિતા, કાયદાનું પાલન, નાણાકીય જવાબદારી અને વહીવટી દેખરેખ એટલી જ મહત્વપૂર્ણ બની ગઈ છે. વર્ષો જૂના ખર્ચ અને નિર્ણયો પણ જો નિયમ વિરુદ્ધ હોવાનું દસ્તાવેજી તપાસમાં સામે આવે તો તેની કાનૂની જવાબદારી નક્કી થઈ શકે છે

દેલવાડાનો આ ચુકાદો માત્ર એક ગ્રામ પંચાયતનો કેસ નથી
સ્થાનિક રાજકારણ, પંચાયત વહીવટ અને જાહેર નાણાંના ઉપયોગ અંગે એવો સંદેશ આપે છે કે રાજકારણમાં અંતિમ નિર્ણય સૂત્રોચ્ચારથી નહીં, પરંતુ દસ્તાવેજો, કાયદો અને જવાબદારીના આધારે થાય છે. આગામી દિવસોમાં આ કેસમાં અપીલ થાય છે કે નહીં, તેમજ તેની રાજકીય અસર દેલવાડા અને ગીર સોમનાથના સ્થાનિક રાજકારણ પર કેવી પડે છે તેના પર સૌની નજર રહેશે.

રિલેટેડ ન્યૂઝ