મને દૃેશની યુવાશક્તિ પર ગર્વ છે,PM મોદૃીનું મન કી બાતમાં સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ રવિવારે તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત ના ૧૩૬ મા એપિસોડને સંબોધિત કર્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં તેમણે કાર્ગિલ વિજય દિૃવસનો ઉલ્લેખ કરીને દૃેશના વીર જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ દિૃવસ દૃરેક ભારતીય માટે ગર્વ અને અદૃમ્ય સાહસની યાદૃ અપાવે છે. આ ઉપરાંત, વડાપ્રધાને આંતરરાષ્ટ્રીય સાયન્સ ઓલમ્પિયાડમાં ભારતીય વિદ્યાર્થીઓના શાનદૃાર પ્રદૃર્શનની પ્રશંસા કરી હતી. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને મેથેમેટિક્સ ઓલમ્પિયાડમાં ભારતીય ટીમે ઉત્કૃષ્ટ પ્રદૃર્શન કરીને વૈશ્ર્વિક સ્તરે દૃેશનું નામ રોશન કર્યું છે.
ભારતીય નૌકાદૃળમાં આઈએનએસ મહેન્દ્રગિરી (ૈંદ્ગજી સ્ટ્ઠરીહઙ્ઘટ્ઠિખ્તૈિૈ) ના સમાવેશને ટાંકતા વડાપ્રધાને તેને સ્વદૃેશી રક્ષા નિર્માણનું ઉત્તમ ઉદૃાહરણ ગણાવ્યું હતું. આ આધુનિક યુદ્ધ જહાજ ભારતમાં જ ડિઝાઇન અને નિર્મિત છે, જેમાં ૭૫ ટકાથી વધુ સ્વદૃેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ આત્મનિર્ભર ભારતની વધતી તાકાતનું સ્પષ્ટ પ્રતીક છે.
વડાપ્રધાને રક્ષા સંશોધન અને વિકાસ સંસ્થા (ડ્ઢઇર્ડ્ઢં) દ્વારા વિકસિત પિનાકા લોંગ રેન્જ ગાઇડેડ રોકેટ (ન્ઇય્ઇ-૧૨૦) અને ખુશા મિસાઇલના સફળ પરીક્ષણનો ઉલ્લેખ કરીને વૈજ્ઞાનિકો તથા ઇજનેરોની મહેનતને બિરદૃાવી હતી.
આજે ૨૬ જુલાઈએ કારગિલ વિજય દિૃવસ છે, ત્યારે વડાપ્રધાને ૧૯૯૯ ના કારગિલ યુદ્ધના શૂરવીર જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે કહૃાું હતું કે કઠોર હવામાન અને દૃુશ્મનોના પડકારો સામે આપણા સૈનિકોએ અદૃમ્ય સાહસ દૃાખવ્યું હતું. વીર જવાનોના બલિદૃાનને યાદૃ કરવા માટે આ વર્ષે નવી દિૃલ્હી સ્થિત રાષ્ટ્રીય સમર સ્મારકથી દ્રાસ સ્થિત કારગિલ વોર મેમોરિયલ સુધી શૌર્ય વિજય યાત્રા મોટરસાઇકલ અભિયાન યોજવામાં આવ્યું છે, જેનો મુખ્ય સંદૃેશ એક રાઇડ, એક રાષ્ટ્ર, એક સલામી છે.
