સહેલાણીઓ ઉમટી પડ્યા; તમામ હોટલો અન્ો રિસોર્ટ મુસાફરોથી હાઉસફુલ
ધુમ્મસથી ઘેરાયેલા રસ્તાઓ ઉપર મુસાફરોએ ચાની ચુસ્કીની મઝા માણી
ગુજરાતની સરહદૃન્ો અડીન્ો આવેલા રાજસ્થાનના એકમાત્ર હિલસ્ટેશન માઉન્ટ આબુમાં ઝરમર વરસાદૃ બાદૃ હવે ભારે વરસાદૃ ખાબકતા ચારેય તરફ કુદૃરતી ઝરણાં વહેતા થઈ ગયેલા નજરે પડે છે. પર્વતો પરથી વહેતા ઝરણાં, ધુમ્મસભર્યું આહલાદૃક વાતાવરણ અને સોળે કળાએ ખીલેલી હરિયાળીને કારણે માઉન્ટ આબુ હાલમાં ‘મિની કાશ્મીર’ જેવું લાગી રહૃાું છે. આ મનમોહક નજારાનો આનંદૃ માણવા માટે ગુજરાત સહિત દૃેશભરમાંથી પ્રવાસીઓ ઉમટી પડ્યા છે.
માઉન્ટ આબુમાં હાલ સુધીમાં ૧૦ ઈંચ જેટલો સાર્વત્રિક વરસાદૃ નોંધાઈ ચૂક્યો છે. આ ભારે વરસાદૃને કારણે પહાડો પરથી નાના-મોટા ઝરણાં જીવંત થઈ ઉઠ્યા છે. ડુંગરોમાંથી વહેતું આ વરસાદૃી પાણી કલેડી નદૃીમાં થઈને આગળ બનાસ નદૃી તરફ વહી રહૃાું છે, જેને જોવા માટે રસ્તાઓ પર સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.
માઉન્ટ આબુના મુખ્ય માર્ગો ઉપર પ્રવાસીઓની ભીડ જોવા મળે છે. સફેદૃ ઘેરા વાદૃળો વચ્ચે સહેલાણીઓ રોમાંચ અનુભવી રહૃાા છે. ઠંડી હવા અને વરસાદૃી છાંટા વચ્ચે પ્રવાસીઓ ગરમાગરમ ચા અને નાસ્તાની મજા માણી રહૃાા છે, તો બીજી તરફ પ્રખ્યાત નખી લેકમાં વરસાદૃી ઝાપટાં વચ્ચે બોિંટગ કરવા માટે પ્રવાસીઓની લાંબી કતારો જોવા મળી રહી છે.
