નિલેકણીના નેતૃત્વમાં બનશે હાઇપાવર ટાસ્ક ફોર્સ

પરીક્ષા સુધારાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીની મોટી જાહેરાત

પીએમ મોદૃીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરતા કહૃાું કે, પ્ોપર લીક રોકવા આજે સંસદૃમાં કડક કાયદૃો લાવીશુ:મંત્રી જિત્ોન્દ્રિંસહ પ્ોપર લીક સંબંધિત બિલ રજૂ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ નીટ પેપર લીક બાદૃ પરીક્ષા પદ્ધતિમાં સુધારા લાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે. તેમણે જાહેરાત કરી છે કે, વિશ્ર્વપ્રસિદ્ધ ટેકનોલોજી નિષ્ણાત નંદૃન નીલેકાણીની આગેવાનીમાં એક હાઈ-પાવર ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે. વડાપ્રધાને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે, ’વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ભારત સરકાર સતત અનેક મહત્વપૂર્ણ પગલાં ભરી રહી છે. જે લોકોએ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખિલવાડ કર્યો છે, તેઓ જેલમાં સડી રહૃાા છે. અમે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવી ચૂક્યા છીએ, અને સંસદૃમાં કડક જોગવાઈઓ સાથે નવો કાયદૃો બનાવવાની દિૃશામાં પણ આગળ વધી રહૃાા છીએ.’
પીએમ મોદૃીએ વધુમાં ઉમેર્યું કે, ’આપણે ભવિષ્ય વિશે વિચારવું પડશે. આપણી પરીક્ષા પદ્ધતિ વિશ્ર્વસનિય, પારદૃર્શી અને એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ હોવી જોઈએ. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને, અમે વિશ્ર્વપ્રસિદ્ધ ટેકનોલોજી એક્સપર્ટ નંદૃન નીલેકાણીના નેતૃત્વમાં એક હાઈ-પાવર ટાસ્ક ફોર્સ ગઠિત કરવાનો નિર્ણય લીધો છે.’
વડાપ્રધાને જણાવ્યું હતું કે, આ ટાસ્ક ફોર્સ પરીક્ષા સુધારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે, અને તેના રિપોર્ટના આધારે આગામી પરીક્ષાઓની વિશ્ર્વસનીયતા શક્ય તેટલી વહેલી તકે સુનિશ્ર્ચિત કરવામાં આવશે.
વડાપ્રધાન મોદૃીએ રવિવારે સાંજે ૭ વાગ્યાની આસપાસ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો. મોદૃીએ કહૃાું- મિત્રો, વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સરકાર સતત પગલાં લઈ રહી છે. જે લોકોએ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કર્યા, તેઓ જેલોમાં સડી રહૃાા છે.
અમે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવી દૃીધા છે. અમે કાલે સંસદૃમાં કઠોર સજા સાથે જોગવાઈઓ લાવી રહૃાા છીએ. પરંતુ આપણે ભવિષ્ય વિશે પણ વિચારવું પડશે. આપણી પરીક્ષા પ્રણાલી વિશ્ર્વસનીય બને, તેમાં સૌથી વધુ ટેકનોલોજીનો ઉપયોગ થાય.
નંદૃન નિલેકણીના નેતૃત્વમાં એક હાઈપાવર ટાસ્ક ફોર્સ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે પરીક્ષા સુધારણા તરફ ધ્યાન કેન્દ્રિત કરશે.
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને કોકરોચ પાર્ટીના આંદૃોલન સમાપ્ત થયા પછી, સોમવારે સંસદૃમાં પેપર લીક સંબંધિત બિલ રજૂ કરવામાં આવશે. આ બિલનું નામ ’જાહેર પરીક્ષા (અયોગ્ય સાધનોની રોકથામ) સુધારા વિધેયક, ૨૦૨૬’ છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર િંસહ લોકસભામાં બિલ રજૂ કરશે.

રિલેટેડ ન્યૂઝ